________________
પરિશિષ્ટ - ૧ - અ
ગણધર - સમજૂતિ
‘‘ગણધર એટલે અનુત્તર જ્ઞાન દર્શનાદિ-ધર્મ ‘‘ગળું ધારત કૃતિ ગળધરઃ ।'' જ્ઞાન-દર્શન આદિ ધર્મગણને ધા૨ણ કરનાર ગણધર કહેવાય છે એમ આવશ્યક વૃત્તિમાં ગાથા ૧૦૬૨માં જણાવ્યું છે.
પરમાત્માના સ્વમુખેથી ત્રિપદી ગ્રહણ કરી અંતર્મુહુર્તમાં બીજબુદ્ધિથી દ્વાદશાંગીની રચના કરવી એ જ એમના જ્ઞાન-દર્શન નું દાર્શનિક ફળ છે અને ગણધ૨પદની સાર્થકતા છે.
ગણધરનો અન્ય અર્થ ગણ અથવા શ્રમણસંઘને ધારણ કરવાવાળા ગણના અધિપતિ કે સ્વામી થાય છે.
એક જ પ્રકારની વાચના લેનાર મુનિ સમુદાયને ગણ અને એ મુનિસમુદાયની વ્યવસ્થાનું સંચાલન કરવાવાળા મુનિ ને ગણધર કહેવાય છે.
જૈન ઇતિહાસમાં ‘તીર્થંકર' શબ્દ જેટલો અર્થપૂર્ણ છે. એટલો જ અર્થપૂર્ણ શબ્દ છે ‘ગણધર’, તીર્થંકર અર્થાત્ તીર્થસ્વરૂપ સંઘ - સાધુ, સાધ્વી - શ્રાવક -શ્રાવિકરૂપ ચતુર્વિધ સંઘના નિર્માતા-સ્થાપક છે.
જ્યારે ‘ગણધર’ અર્થાત્ સાધુ-સાધ્વીરૂપ સંઘની મર્યાદા - વ્યવસ્થા અને સમાચારીના નિયોજક, વ્યવસ્થાપક તથા પરમાત્માની અર્થરૂપ વાણીને સૂત્રરૂપમાં સંકલન કરવાવાળા હોય છે.
0000000000001