________________
શ્રમણ ભગવાન મહાવીરના ઇન્દ્રભૂતિગૌતમ આદિ અગિયાર ગણધરોએ પણ પોતપોતાના પૂર્વભવમાં ગણધરપદની પ્રાપ્તિને શક્યોગ્ય કોઈ ને કોઈ વિશિષ્ટ સાધનાઓ કરેલી હોય છે. આ રીતે પૂર્વે કરેલી સાધનાના પ્રભાવે ગણધર નામકર્મ ઉપાર્જન કરી તેઓઝ ક એવી ઉત્તમ યોગ્યતા પ્રાપ્ત કરે છે કે પ્રભુના કરકમળોથી સુગંધિત વાસ ચૂર્ણનો મસ્તક પર પ્રક્ષેપ થતાં જ, જેમ ચાવી દ્વારા તાળ ઉઘડે તેમ તેઓમાં બીજબુદ્ધિનો આવિર્ભાવ થતાં અંતર્મુહૂર્તતમાં દ્વાદશાંગી ની રચનાની શક્તિ પ્રગટે છે.
વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકરોના ગણધરોની કુલ સંખ્યા ૧૪૫૨ છે. એ ભગવંત ચારિત્ર ગ્રહણ કરી જ્ઞાન-ધ્યાન અને તપ દ્વારા કર્મક્ષયથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. તો આવું પરમ ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી દેવો દ્વારા રચેલ સમવસરણમાં પોતાની દિવ્ય-મધુર વાણી દ્વારા દેશના આપે છે
” છે. ભગવંતની વાણીથી પ્રતિબોધ પામેલ ભવ્યત્માઓ ચારિત્ર અંગીકાર કરે છે તેમાં અગ્રેસર મુનિઓ કે જેઓએ પૂર્વે ગણધર એનામકર્મ નિકાચિત કરેલ હોય છે તેઓની ગણધર પદે સ્થાપના થાય છે. ગણધરપદ સ્થાપના સમયે પ્રભુ સુગંધી વાતચૂર્ણ ગણધરોના આ મસ્તકે પ્રક્ષેપે છે. ઇન્દ્ર પણ આ પ્રસંગે ચૂર્ણવૃષ્ટિ કરે છે.
જૈન શાસનમાં ગણધરની પ્રણાલિકા આ રીતે છે. જ્ઞાનમાર્ગની ચૈતન્યદૃષ્ટિવાળી પ્રરૂપણાના પ્રસ્થાપક ગણધરોનો મહિમા રૂકળિકાળમાં ભવ્યજીવોને માટે મોક્ષમાર્ગની યાત્રામાં પથપ્રદર્શક બની રહે છે.