________________
[૪]
: આધારસૂત્ર : '
ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યોજી; પુગલ ગ્રહવે રે કર્મકલંકતા, વાધે બાધક બાહ્યો જી.૩.
[રાજીમતિજી વિચારે છે કે પંચાસ્તિકાયમય આ લોકમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વિજાતીય (જડ) છે અને અગ્રાહ્ય છે. તે દ્રવ્યો અપરિણામી છે, કોઈનામાં ભળી શકતા નથી (પરિણમન કરતા નથી) તેથી મારે તેમનું કામ નથી.
પુદ્ગલાસ્તિકાય પણ જડ જ છે, પણ એની સાથે (શરીરરૂપ પુદ્ગલ, આહારના પુદ્ગલ દ્રવ્યો, ભાષા માટેના પુદ્ગલ દ્રવ્યો) જીવને લાંબા સમયથી સંબંધ છે, એથી અને તે ચલ અને પરિણામી હોવાથી તેને ગ્રહણ કરી શકાય છે; પરંતુ પુદ્ગલમાં રાગ, દ્વેષ કરવાથી, શુભ, અશુભ કર્મરૂપ પુદ્ગલ દ્રવ્યોના ગ્રહણથી આત્મા કલંકિત બને છે. અને પરિણામે, પરકર્તૃત્વ, સ્વગુણઅવરોધકતા આદિ બાધક બાહ્ય ભાવો વધે છે. માટે એની જોડે પણ મારે સંબંધ નથી કરવો.
(પાંચમા જીવાસ્તિકાય અંગે આગળની કડીમાં વિચારણા આવે છે.)]
૬૪
પ્રગટ્યો પૂરન રાગ