________________
તું ય રહે ન મન; તું એ જ તેજ, એ જ મંત્ર, એ જ એક ઓમ...
ચોથે ચરણ : “નિશ્ચત્તતત્ત્વ નીવન્મુકિ' હું દેહમાં રહેવા છતાં દેહ નથી, અસીમમાં ફેલાયેલ ચૈતન્ય છું આ ભાવ જીવન્મુક્ત દશાને આપે છે. સશરીર મુક્તિ. યાદ આવે કવિશ્રી રાજેન્દ્ર શાહ :
હું જ રહું વિલસી સહુ સંગ ને, હું જ રહું અવશેષે....
આ જીવન્મુક્ત દશાની હૃદયંગમ વાત પંચવિંશતિકામાં પૂજ્ય , મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે કરી છે : આત્મભાવમાં સતત જાગૃતિ, બહિર્ભાવમાં સુષુપ્તિ, બાહ્ય પદાર્થોમાં ઉદાસીન ભાવ અને સ્વગુણોની ધારાની લીનતા; જીવન્મુક્ત દશા છે આવી વૈભવપૂર્ણ
“ઉત્તમસંગે રે ઉત્તમતા વધે, સધે આનન્દ અનન્તો જી...' બસ, પછી છે આનન્દ જ આનન્દ. પ્રભુના ગુણોનો આસ્વાદ એકવાર લીધા પછી બીજું બધું ખારું, તુચ્છ લાગવા માંડે છે.
મીરાં કહે છે : “યા બિન જગ સબ ખારો લાગે.” મહોપાધ્યાય યશોવિજય મહારાજ યાદ આવે : વાસિત હૈ જિનગુણ મુજ દિલકું, જૈસો સુરત બાગ; ઔર વાસના લગે ન તાકે, જસ કહે તૂ બડભાગ.
મારા હૃદયને પ્રભુના ગુણોએ એ હદે વાસિત, પ્રભાવિત કર્યા છે કે એ હૃદયમાં બીજા કશા વડે પ્રભાવિતતા થઈ શકે તેમ નથી.
‘ઉત્તમસંગે રે ઉત્તમતા વધે, સધ આનન્દ અનન્તો જી..”
પ્રગટ્યો પૂરન રાગ