________________
પશ્યન્તી. જોતી ભાષા.
આ સ્તર પર આત્માના ગુણોનું દર્શન થશે. અનુભૂતિ. માત્ર વિચાર નહિ, અનુભવ.
પ્રભુના ક્ષમાગુણ પરનું ચિન્તન ભીતર રહેલ ક્ષમાગુણને આંશિક રૂપે ઉઘાડશે.
મેતાર્ય મુનિ કે બંધક મુનિની ક્ષમા વિષે થયેલું ઊંડું ચિન્તન ક્ષમાભાવની એવી અનુભૂતિમાં પલટાશે કે પથ્થર મારનાર પ્રત્યે ગુસ્સો નહિ જ આવે.
પશ્યન્તીના લયમાં આત્મગુણોની અનુભૂતિ છે. પ્રારંભિક સાધક સીધો આત્મદ્રવ્યને અનુભવી શકતો નથી. એ ગુણોને પહેલાં સ્પર્શે છે.
પરા. શ્રેષ્ઠ ભૂમિકા.
પરા વાણીમાં આત્મસ્વરૂપનું અનુભવ થાય છે. અમલ, અખંડ, અલિપ્ત આત્મદ્રવ્યનું અનુભવન.
અમલ સ્વરૂપ છે આત્મતત્ત્વનું.
અમલ. રાગ-દ્વેષના મળને પેલે પાર, વીતરાગી અને વીતક્રોધી છે આત્મદ્રવ્ય. પરાની ભૂમિકાએ આ અમલ સ્વરૂપનું અનુભવ થાય છે.
રાગ અને દ્વેષ તો છે વિભાવ. મારો સ્વભાવ તો છે વીતરાગ દશા, ક્ષમા. મારા સ્વભાવને ઢાંકવાની કોઈનામાં તાકાત નથી. પણ આ વાત શાબ્દિક કે વૈચારિક લય પર નહિ, અનુભવાત્મક લય પર અહીં સ્પર્શાય છે.
અખંડાકારતા છે આત્મસ્વરૂપમાં. વિકલ્પો વ્યક્તિત્વને ખંડોમાં વહેંચે છે. નિર્વિકલ્પ, નિર્ધન્ડ બ્રહ્મની અનુભૂતિ અખંડ સ્વરૂપનો અનુભવ કરાવે છે.
૧૨૪
પ્રગટ્યો પૂરન રાગ