________________
પ્રભુ મારા અસ્તિત્વમાં. અનુભવનો પ્રકાશ જ પ્રકાશ. શાશ્વતીના લયનો પ્રકાશ.
નેમિપ્રભુ ધ્યાને રે એકત્વતા.” આ સૂત્રમાં પ્રવેશ કરવો છે. પ્રભુના ધ્યાનમાં એકત્વ, તન્મયતા કઈ રીતે પ્રગટે ?
પૂજ્ય મોહનવિજય મહારાજે પરમ તારક શ્રી અજિતનાથ પ્રભુની સ્તવનામાં માર્ગ બતાવ્યો છે : “ધ્યાનની તારી રે લાગી નેહ સું...” તારી એટલે તન્મયતા. તાર સંધાઈ જવો ભીતરનો એ તત્ત્વ સાથે. તો, ધ્યાનની તન્મયતા પ્રાપ્ત કરવી છે. શી રીતે એ પમાશે ? “નેહ સં.” પ્રભુ પ્રત્યેનો સ્નેહ, પ્રભુગુણો પ્રત્યેનો સ્નેહ તે ગુણ સાથે આપણી ચેતનાને જોડી દેશે. પરમાં ઓતપ્રોત ચેતનાનું પરમ સાથે જોડાણ તે જ ધ્યાન.
એ જોડાણને ૧૦, ૧૫ કે ૨૦ મિનિટ સુધી લગાતાર રીતે ચલાવ્યા કરવું; ઉપયોગમાં તે એક ગુણને લગાતાર ઘૂંટવો તે છે ધ્યાનની તન્મયતા.
હવે શું થશે ?
નેમિપ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્ત્વ એકતાનો જી” પ્રભુના ગુણના ધ્યાનમાં આવેલ તન્મયતા નિજ ગુણના ધ્યાનૈક્યમાં ફેરવાશે.
જિનગુણ ધ્યાન નિજગુણ ધ્યાનમાં ફેરવાય. જિનસ્વરૂપ ધ્યાન નિજસ્વરૂપ ધ્યાનમાં ફેરવાય.
પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે શ્રીપાળ રાસમાં મૂકેલ કડી યાદ આવે :
અરિહન્ત પદ ધ્યાતો થકો, દવહ ગુણ પજાય રે; ભેદ છેદ કરી આતમા,
અરિહન્ત રૂપે થાય રે.. પ્રગટ્યો પૂરન રાગ
૧૧૭