________________
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ યાદ આવે : (૧૨૫ ગાથાના સ્તવનમાં)
નિશ્ચયષ્ટિ હૃદયે ધરી છે, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે જી, ભવ-સમુદ્રનો પાર... (૦૫૫) નિશ્ચય અને વ્યવહાર બેઉ એક બીજીના પૂરક છે. અને નિશ્ચય અને વ્યવહાર બેઉના તબક્કે સદ્ગુરુની આજ્ઞાને અધીન રહેવું તે અત્યન્ત જરૂરી છે. આ ધ્યેય બિન્દુ તરીકે રાગ, દ્વેષ, અહમૂનો વિલય સ્વીકારી શકાય. પણ એ તો અન્તિમ લક્ષ્ય થયું. અત્યારે તમારા માટે શું લક્ષ્ય હોવું જોઈએ ? રાગ તમને વધુ પડતો હોય તો વૈરાગ્ય તમારી સાધના બને. અહંકાર તમને પીડતો હોય તો શરણાગતિનો ભાવ એ તમારી સાધના – તમારા લક્ષ્ય તરીકે – નિશ્ચિત થઈ શકે.
આ લક્ષ્ય નક્કી થયું તે નિશ્ચય સાધના. સદ્ગુરુ તમારું આખ્તર નિરીક્ષણ કરી તમને તમારું લક્ષ્ય નક્કી કરી આપે. અને એ લક્ષ્ય ભણી તમને દોરી જઈ શકે એવો માર્ગ વ્યવહાર – પણ સદ્ગુરુ નક્કી કરી આપશે.
પૂજ્ય ઉપા. યશોવિજયજી મહારાજ નવપદ પૂજામાં કહે છે : “યોગ અસંખ્ય છે જિન કહ્યા.” શા માટે સાધનામાર્ગો આટલા બધા ? પ્રત્યેક સાધક માટે ભિન્ન માર્ગ હોઈ શકે છે.
બે દર્દીને તાવ આવેલ હોય, છતાં બેઉની દવા અલગ હોઈ શકે છે. એકને ટાયફોઈડના કારણે તાવ છે. બીજાને મેલેરિયાને કારણે છે.
તેમ, દરેક સાધકની પૃષ્ઠભૂ અલગ હોવાને કારણે માર્ગ અલગ હોય છે. પ્રગટ્યો પૂરવ રાગ
પ