________________
(૧) મહાત્મને | મહાત્મા, મહિમાવંત, મહાપુરુષ. (૨) વિમુwiાય ! સર્વ પ્રકારની આસક્તિથી જે મુક્ત છે તેવા, સંગરહિત. (૩) સદ્-૩ત્તમાય ! સપુરુષોમાં સર્વોત્તમ, સંત-શિરોમણિ, સજ્જન-ચૂડામણિ.
(૪) નિત્ય-શ્રદય-મનન્ટર-સ્વરૂપો | નિત્ય અને અદ્વિતીય એવા આનન્દરસનું મૂર્તિમંત સ્વરૂપ.
(૫) સદ્દા-પૂને સદા-પૂર્ણ, સદા-પરિપૂર્ણ, હંમેશાં સંપૂર્ણતાની કક્ષાએ રહેતા.
(૬) મપાર-તાવુધાને ! આવું એટલે પાણી, ધામનું એટલે ધામ, સ્થાન; qધામનું એટલે સાગર. અપાર દયાના સાગર. (૪૮૭) અનુવાદ :
સંગ-રહિત, સંત-શિરોમણિ, મહાત્મા, નિત્ય-અદ્વિતીય આનંદરસ-સ્વરૂપ, સદાપરિપૂર્ણ અને અપાર દયાના સાગર એવા હે ગુરુદેવ ! આપને વારંવાર નમસ્કાર હોજો ! (૪૮૭) ટિપ્પણ :
પરમાત્મા તો જગતમાં હંમેશાં અદશ્ય અને પરોક્ષ જ રહે છે, પરંતુ જ્યારે કોઈ શિષ્ય-સાધક-ભક્તની જિજ્ઞાસાવૃત્તિ, જ્ઞાન-અભીપ્સા અને પરમતત્ત્વને પામવાની તેની તાલાવેલી સંનિષ્ઠ અને હૃદયસ્પર્શી બની જાય છે ત્યારે, એમ કહેવાય છે કે, પરમેશ્વર પોતે જ, દેહધારી ગુરુ-સ્વરૂપે, તેની સમક્ષ પ્રગટ થાય છે અને તેને સાચું માર્ગદર્શન આપીને, તેને છેક બ્રહ્મસાક્ષાત્કારની પરાકાષ્ઠાએ પહોંચાડી દે છે !
- “ગુર વિના જ્ઞાન નહીં', - એવી જેને સુદઢ અને સમ્યક પ્રતીતિ છે એવો. આપણા આ સ્વાધ્યાય-ગ્રંથનો શિષ્ય પણ, આવી આદર્શ શિષ્ય-પરંપરામાંનો એક છે, અને તેથી તે, આ શ્લોકમાં, પોતાના સ્વતઃપ્રાપ્ત સદ્ગુરુના સ્વરૂપે સામેથી સાંપડેલા પરમેશ્વરને, વિનમ્રભાવે, પ્રણામ પાઠવે છે.
શિષ્યનું અજ્ઞાન વિનાશ પામ્યું છે, પરમતત્ત્વ-સ્વરૂપનાં જ્ઞાનની તેની અભીપ્સા સિદ્ધ થઈ છે અને આજે તો તે બ્રહ્મસાક્ષાત્કારની પરમસિદ્ધિને પામ્યો છે; અને આવું સુવિરલ સદભાગ્ય તેને, માત્ર સગુરુની કૃપા તથા શિષ્ય-વત્સલતાને કારણે જ, પ્રાપ્ત થયું છે, એમ સમજીને, તે, અહીં, પોતાના પરમાદરણીય ગુરુદેવ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરે છે.
વળી, વેદાંત-દર્શનના કેવલાદ્વૈત-સિદ્ધાંતના એકનિષ્ઠ ઉપાસક માટે પણ, ગુરુશિષ્ય-સંબંધમાં દ્વિતભાવને, આ પ્રમાણે, એક “આદર્શ (Ideal) તરીકે, માન્ય રાખવામાં આવ્યો છે :
૯૬૬ | વિવેકચૂડામણિ