________________
શકે? આમ, જે દેહાદિ અસતુ છે, એનું વળી પ્રારબ્ધ શી રીતે સંભવે? ભૂમિતિશાસ્ત્ર (Geometry)નાં પ્રમેય(Theorem)ને સિદ્ધ કર્યા પછી, જેમ ઇતિ સિદ્ધ(Q.E.D.) - એટલે કે Quod Erat Demonstrandum, - એમ કહેવાની જે જડબેસલાક પદ્ધતિ છે, તેના જેવું જ આ છે !
ટૂંકમાં, આત્માનું પ્રારબ્ધ તો છે જ નહીં, પરંતુ શરીરનું પ્રારબ્ધ પણ ન જ હોઈ શકે : કોઈક ભ્રાંત દષ્ટા(Perceiver)ની એ એવી જ ભ્રાંત કલ્પના-માત્ર છેઅને કોઈક એમ કહે કે, - “મૃગજળ'માં સ્નાન કરીને, મસ્તકે “આકાશ-કુસુમ' મૂકીને, “સસલાનાં શિંગડાનું ધનુષ્ય ધારણ કરીને, જુઓ, પેલો “વસ્થા-પુત્ર જઈ રહ્યો છે ! -
17/સિ નાત -પુષ્પ-ત-શેરવા |
एष वन्ध्यासुतो याति शश-शृंगधनुर्धरः ॥ - એના જેવી જ હાસ્યાસ્પદ છે, પેલી ઉપર્યુક્ત ભ્રાંત કલ્પના પણ ! કારણ કે “મૃગજળ' જેવું કોઈ જળ, “આકાશ-પુષ્પ' જેવું કોઈ ફૂલ, “સસલાંનાં શિંગડાં જેવાં કોઈ શિંગડાં અને “વધ્યાના પુત્ર જેવો કોઈ પુત્ર', - આવું કશું, સમગ્ર વિશ્વમાં ક્યાંય અસ્તિત્વ ધરાવતું જ નથી ! એવાં વચનો ઉચ્ચારવાં, એ તો એક પ્રકારનો “વદતો વ્યાઘાત” (Contradiction in terms) જ થયો કહેવાય !
હવે, વેદાંતવિદ્યા સાથે સંકળાયેલા જે બે વાદનાં આપણને અહીં દર્શન થાય છે, એની થોડી સ્પષ્ટતા કરીએ : એક તો એ કે જે અસ્તિત્વ જ ધરાવતું નથી, એવાં શરીરનાં પ્રારબ્ધની વાત કરવી, તેને વેદાંતમાં “અધ્યારોપ-અપવાદ' એવો “વાદ કહેવામાં આવે છે; અને બીજું એ કે આચાર્યશ્રીના અદ્વૈત-મતમાં “અજાતિવાદને માન્ય રાખવામાં આવ્યો છે. આચાર્યશ્રીના “ગુરુના પણ ગુરુ એટલે કે “પરમગુરુ એવા શ્રીગૌડપાદાચાર્યે માંડૂક્ય-ઉપનિષદ પર કારિકાઓ રચી છે, તેના ત્રીજા અદ્વૈતપ્રકરણમાં “અજાતિવાદનું યુક્તિપૂર્વક સમર્થન કર્યું છે. આ રીતે, તે, આ શ્લોકમાંના તો નિઃ – શબ્દોનું સ્મરણ કરાવે છે :
યથા ન ગાયતે શિવત્ નાથના સાન્તતઃ ૩, ૨ | (“બધી બાજુએ જન્મ પામેલું લાગતું એવું કશું જ, ખરેખર, જન્મતું નથી.”)
અને
एतत् तद् उत्तमं सत्यं यत्र किंचित् न जायते ॥ 3, ४८ ॥ (“જેમાં કશું પણ ઉત્પન્ન થતું નથી, તે - બ્રહ્મ - જ ઉત્તમ સત્ય છે.”).
શ્લોકમાં ચાર વખત પ્રયોજાયેલી ત: - શબ્દ, - “એવું હોઈ શકે જ ફર્મા -૫૮
વિવેકચૂડામણિ | ૯૧૩