________________
સાચો, વાસ્તવિક અને વિશદ હોય છે. પરંતુ નિદ્રામાંથી જાગ્યા પછી ? પોતાનાં તે સ્વપ્ન-જગતને સ્વીકારવાની કે સાચું સાબિત કરવાની, સ્વપ્નમાંના મિથ્યા પદાર્થોની સત્યતાનું સમર્થન કરવાની કે સ્વપ્નમાં પ્રાપ્ત કરેલી વસ્તુઓને ફરી પ્રાપ્ત કરવાની તેને ઈચ્છા થતી નથી. તે “જગત” એટલે જ સ્વાખિક જગત.
બહુ મોટાં દેણાંમાં ઘેરાયેલા માણસને સ્વપ્નમાં લાખ-રૂપિયાની લોટરી લાગી. તે જાગ્યો : હવે તે, લૉટરીની રકમ વડે પોતાનાં દેણાં ચૂકવવાનો પ્રયાસ કરે તો? - તો, તેનો સુનિશ્ચિત એક જ અર્થ કે તે હજુ પોતાની નિદ્રામાંથી પૂરેપૂરો જાગ્યો નથી ! સ્વપ્ન-જગત માટે જેનો મોહ ચાલુ રહ્યો હોય, તેને “જાગેલો' શી રીતે કહી
શકાય ?
બ્રહ્માનુભવ થયા પછી પણ જેનો પ્રારબ્ધ' સાથેનો સંબંધ ચાલુ રહ્યો હોય. બ્રહ્માનુભવપ્રાપ્તિ પહેલાંના લૌકિક પદાર્થો મેળવવા કે સંઘરવાની જેની ઇચ્છા, વૃત્તિ કે પ્રવૃત્તિ ચાલુ રહી હોય. તેને સાચો “બ્રહ્માનુભવી' કેવી રીતે કહી શકાય ?
શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૫૭)
૪૫૮
तद्वत् परे ब्रह्मणि वर्तमानः
सदात्मना तिष्ठति नान्यदीक्षते । स्मृतिर्यथा स्वप्नविलोकितार्थे
तथा विदः प्राशनमोचनादौ ॥४५८॥ શ્લોકનો ગુજરાતી પાઠ
તકતુ પરે બ્રહ્મણિ વર્તમાનઃ
સદાત્મના તિષ્ઠતિ નાન્યદીક્ષિતે | સ્મૃતિર્યથા સ્વપ્નવિલોકિતાર્થે
તથા વિદઃ પ્રાશનમોચનાદૌ I૪૫૮ બ્લોકનો ગદ્ય અવયઃ
તે-વત્ જે વ્રણ વર્તમાનઃ (જ્ઞાની-મનુષ્ય:) સત્—આત્મના તિષ્ઠતિ, (:) ને મચત્ (વિદ્ ) ઈંતે, યથા (નોસ્થિતસ્ય મનુષ્ય) स्वप्न-विलोकित-अर्थे स्मृतिः (अस्ति), तथा विदः प्राशन-मोचन-आदौ (મૃતિરુન્ધા પ્રવૃત્તિ: મતિ) I૪૬૮
વિવેકચૂડામણિ | ૯૦૩