________________
ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫) વીધે જ છે, કાપે જ છે. (૪પર-૪૫૩) અનુવાદ :
લક્ષ્યને ઉદ્દેશીને ફેંકવામાં આવેલાં બાણની જેમ, (“બ્રહ્મ છું', એ પ્રકારનાં). જ્ઞાનનો ઉદય થતાં પહેલાં કરેલું પ્રારબ્ધ કર્મ, પોતાનું ફળ આપ્યા વિના, (ઉપર્યુક્ત) જ્ઞાનથી (પણ) નાશ પામતું નથી : (સામે) વાઘ છે, એમ માનીને છોડેલું બાણ, પાછળથી (એટલે કે છોડ્યા પછી) “તે વાઘ નહીં પણ) ગાય છે, તેમ જાણવાથી (વચ્ચે) અટકતું નથી, પરંતુ) વેગપૂર્વક લક્ષ્યને સંપૂર્ણરીતે વધે જ છે. (૪પર-૪૫૩) ટિપ્પણ:
જેની ચર્ચા શ્લોક-૪૪થી શરૂ થઈ છે તે, “પ્રારબ્ધ કર્મની, એનાં સ્વરૂપની, એની ગતિ-વિધિની, એનાં ફળની લાક્ષણિકતા, આ બે શ્લોકોમાં નિરૂપવામાં આવી છે; એટલું જ નહીં પરંતુ એ નિરૂપણ અસંદિગ્ધ અને પ્રતીતિકારક નીવડે, તે માટે, આચાર્યશ્રીએ, હંમેશાં યાદ રહી જાય તેવું, તાદશ અને પરિફુટ (Vivid) દષ્ટાંત અહીં આપ્યું છે.
| શિકારીને દૂરથી એમ લાગ્યું કે સામે એક વાઘ છે, તેથી તેને હણવા માટે, પોતાની પાસેનાં ભાથાંમાંથી બાણ કાઢીને, ધનુષની પણછ પર તેને ચઢાવીને, જોરથી, તેણે તે તરફ ફેંક્યું, પરંતુ બાણ છોડ્યા પછી તેને સાચો ખ્યાલ આવ્યો કે જેને હણવા તેણે બાણ છોડ્યું હતું તે, વાઘ નહીં પણ તે તો એક ગાય (જ) છે. પરંતુ બાણ તો તેના હાથમાંથી છૂટી જ ચૂક્યું છે, તેને હવે કંઈ પાછું ખેંચી શકાય નહીં અને તે કંઈ વચ્ચે અટકવાનું નથી, તે તો પૂરા વેગથી અને સંપૂર્ણપણે તેનાં લક્ષ્યને (એટલે કે વાઘને બદલે હવે તો ગાયને) વીંધ્યા વિના રહે જ નહીં !
આ તો થયો લૌકિક, લોકવ્યવહારનો, સામાન્ય નિયમ, જેમાં, કશાક હેતને અનુલક્ષીને આચરવામાં આવેલું કર્મ, તેનાં હેતુને સિદ્ધ કર્યા વિના, કદાપિ, નિવૃત્ત થતું નથી, શાંત થતું નથી. પરંતુ આપણે તો, અહીં, ઉચ્ચ આધ્યાત્મિક-દાર્શનિક બાબતની ચર્ચા કરી રહ્યાં છીએ. લૌકિક કર્મનો નિયમ પણ જો તેના નિશ્ચિત ફળ અંગે પ્રમાણભૂત કરતો હોય તો, આપણે જેની ચર્ચા કરી રહ્યાં છીએ તે શાસ્ત્રસંમત અને શાસ્ત્રોક્ત “પ્રારબ્ધ કર્મનો સિદ્ધાંત તો, અવશ્ય, પ્રમાણભૂત હોવો જ જોઈએ.
મૂળભૂત રીતે, મનુષ્ય પોતે બ્રહ્મ છે પરંતુ હું બ્રહ્મ છું', - એવું, જીવ-બ્રહ્મનાં ઐક્યનું જ્ઞાન તેનાં મનમાં ઉદય પામે, એટલે કે આવી તેની પ્રતીતિ અંતસ્તત્ત્વસ્પર્શી બને તે પહેલાં પણ, તે પોતાનાં જીવનમાં કર્મો તો કરતો જ હતો. કર્મના નિયમ પ્રમાણે, આ બધાં “ક્રિયમાણ” કર્મો, કાળે કરીને, “સંચિત” બન્યાં; અને તેમાંનાં કેટલાંક કર્મો, ફલોન્મુખ બનીને, “પ્રારબ્ધ કર્મોનાં સ્વરૂપે, તેની સમક્ષ આવ્યાં. તેની
- વિવેકચૂડામણિ | ૮૩