________________
એનું રહસ્ય, એની ગહન ગતિ, - આ બધું સમજવું અનિવાર્ય બની રહે છે.
મનુષ્ય રોજ સતત નાનાં-મોટાં, સારાં-નરસાં અનેક કર્મો કરતો રહે છે. આ કર્મને “વિમાન” (પૃ-કરવું એ ધાતુનું કર્મણિ વર્તમાનકૃદંતનું રૂપઃ “કરાતાં', આચરાતાં', Being done, Being performed) કહેવામાં આવે છે. આમાંનાં કેટલાંક કર્મો એવાં હોય છે, જેનાં ફળ તરત મળે; કેટલાંક કર્મો એવાં હોય છે, જેનાં ફળ ટૂંકા-લાંબા સમય પછી મળે; અને આ દરમિયાન, ક્રિયમાણ કર્મો તો ચાલુ જ હોય, એટલે એવું અવશ્ય બને કે સમગ્ર જીવન દરમિયાન કરવામાં આવેલાં આવાં સર્વ કર્મોનું ફળ સંપૂર્ણરીતે ભોગવાઈ જાય તે પહેલાં જ મનુષ્ય મૃત્યુ પામે અને આ કારણે મનુષ્ય મોક્ષ ન પામી શકે અને આવી ઘટમાળ ચાલતી રહે ત્યાં સુધી મનુષ્યને, જન્મ-મૃત્ય-પુનર્જન્મનાં અવિરત ચાલતાં ચક્રમાં પ્રસ્ત થતાં રહેવાનો ભોગ, બનવું જ પડે !
તો પછી, આનો ઉપાય શો? અને ફળ-ભોગવ્યાં વિનાનાં, મૃત્યુ પહેલાંનાં, મનુષ્યનાં પેલાં જિયમાં કર્મોનું શું?
અનેક જન્મો સુધી આવું ચાલ્યા કરે ત્યારે, પેલાં ન-ભોગવાયેલાં (-પુરુ) કર્મો, મનુષ્ય માટે તેનાં જમાપાસાંમાં સિલક તરીકે એકઠાં થતાં રહે અને આવાં Arrears-રૂપે એકઠાં થતાં પહેલાં કર્મોને “સંત” (મ્ + વિ એટલે એકઠું થવું, - એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ : “એકઠાં થયેલાં', Collected) કહેવામાં આવે
અને પ્રતિ-જન્મ સતત જમા થતાં રહેલાં આવાં સંવિત-કર્મોના સંગ્રહ વિશે એવું નક્કી કરવામાં આવ્યું છે કે એમાંનાં જે-જે અને જેટલાં-જેટલાં કર્મો, ફળ માટે, પાકતાં જાય, તેમ-તેમ, તે બધાં, મનુષ્ય સમક્ષ, પ્રારથ (+ મા + મ - એટલે આરંભ થવો', - એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ : ફલ-ઉપભોગની પાત્રતા, પરિપક્વતા, જેની શરૂ થઈ છે. તેવા) કર્મો તરીકે આવે છે. આવાં સર્વ પ્રારબ્ધકર્મો પૂરેપૂરાં ભોગવાઈ જાય ત્યારે જ, મનુષ્ય જન્મ-મૃત્યુનાં ચક્રમાંથી મુક્ત થાય છે અને મોક્ષ પામે છે.
આ પ્રસ્તુત શ્લોક(૪૪૬)માં જે પ્રારબ્ધ' શબ્દ છે કે, આ પ્રારબ્ધ-કર્મના અર્થમાં છે અને શ્રુતિ આને “પ્રારબ્ધ” એટલા માટે કહે છે કે બ્રહ્મનિષ્ઠનાં “સંચિત કર્મો, પરિપક્વ બનીને, હજુ પૂરેપૂરાં “પ્રારબ્ધ બન્યાં નથી, અને તેથી બ્રહ્મધ્યાનમાં નિમગ્ન હોય તેવી વ્યક્તિ, નિદિધ્યાસનશન) પણ બહારના વિષયોના ભાનવાળી (વાઢિપ્રત્યય) બને છે; અને એને ફળ-ભોગવવાનું બાકી છે, એવું અનુમાન સ્પષ્ટ જણાય છે (દર્શના).
- વિવેકચૂડામણિ | ૮૮૧ ફર્મા-૫૬