________________
સન્માત્રતયા પર્વ સત્ એટલે સત્વરૂપ, બ્રહ્મરૂપ; તેનામાં સર્વ-કાંઈ બ્રહ્મમાત્ર હોવાથી.
યતિ-બાબતની આ પ્રક્રિયા કોના જેવી છે? - વારિરાશી પ્રવિષ્ય: નવી પ્રવાહી ફુવા વારિ એટલે જળ, અને રશ એટલે સમૂહ, - વારિશ એટલે સમુદ્ર. તેમાં પ્રવેશેલા નદીઓના પ્રવાહોની જેમ, એ સઘળા પ્રવાહો જેમ સમુદ્રરૂપ બની જાય છે, તેમ. (૪૪૨) અનુવાદ :
સમુદ્રમાં પ્રવેશેલા નદી પ્રવાહોની જેમ, બીજાઓ દ્વારા આપવામાં આવેલા વિષયો જેનામાં વિકાર ઉત્પન્ન કરી શકતા નથી, પરંતુ જ્યાં સર્વ-કાંઈ માત્ર બ્રહ્મરૂપે જ હોવાથી, (બ્રહ્મરૂપે જ) લય પામી જાય છે, તેવો આ યોગી જ વિમુક્ત છે. (૪૪૨) ટિપ્પણ :
ગયા શ્લોકનાં ટિપ્પણમાં, આપણે આ પહેલાં જેમ નિરીક્ષણ કર્યું હતું તેમ, જીવન્મુક્ત તો એક આદર્શ (Ideal), પૂર્ણ (Perfect) અને પોતે જ બ્રહ્મસ્વરૂપ બની. ગયેલો (A Man of Realisation) મનુષ્ય છે, સર્વ-સગુણ સંપન્ન એક સુ-વિરલ. મહાપુરુષ છે; એની સાત્ત્વિક સંપત્તિ તો અઢળક અને અખૂટ છે; એટલે એનાં લક્ષણોનું વર્ણન-વિમર્શને પણ એવું જ અનંત બની રહે !
આચાર્યશ્રીના ખ્યાલમાં આ હકીક્ત તો હોય જ; તેથી, હવે, જીવન્મુક્તનાં સમગ્ર વ્યક્તિત્વનો “અર્ક (Essence) જેમાં આવી જતો હોય એવું એક અંતિમ લક્ષણે નિરૂપીને, તેઓશ્રી, અહીં, આ પ્રકરણનું સમાપન કરે છે.
જીવન્મુક્ત પોતે તો આત્મજ્ઞાની, યતિ, સંયમી અને સંન્યાસી છે, એટલે સ્વપ્રેરિત અને સ્વ-સેવિત વિષયોનો તો કોઈ સવાલ જ, તેની બાબતમાં, ઉદ્દભવતો નથી; પરંતુ તે પણ, અંતે તો, આ સંસારમાં જ રહે છે અને જીવે છે; તેથી તેની આસપાસનાં માણસો તરફથી, તેને ખ્યાલ જ ન રહે તેવી રીતે, વિષયો-ભોગો તેના પર, બહારથી, લાદવામાં (Impose) આવે (પરિતા:), એવી પરિસ્થિતિને નકારી શકાય નહીં. આવી પરિસ્થિતિમાં, પેલા વિષયોનું ભાવિ (Fate) કેવું કરુણ અને કમનસીબ હોય છે, એનું એક સંક્ષિપ્ત છતાં સારગર્ભ શબ્દચિત્ર, આચાર્યશ્રી, આ શ્લોકમાં, આ પ્રમાણે, આલેખે છે :
(૧) પહેલું તો એ કે પેલા વિષયો, સ્વાભાવિક રીતે પોતે સેવેલી આશાઅપેક્ષાની બાબતમાં, સંપૂર્ણરીતે નિષ્ફળ નીવડે છે, વિકારો ઉત્પન્ન કરવાની એમની કુશળતા કુંઠિત થઈ જાય છે ! (ન વિજિયાં સત્યન્તિ )
વિવેકચૂડામણિ | ૮૬૯