________________
શબ્દાર્થ :
શ્લોકનાં ચોથા ચરણમાં નિર્દેશ્યા પ્રમાણેનું જીવન્મુક્તનું લક્ષણ, બાકીનાં ત્રણ ચરણોમાં, આ રીતે, દર્શાવવામાં આવ્યું છે :
યસ્ય આત્મનઃ બ્રહ્મમાવઃ વિજ્ઞાત:। આત્મનઃ એટલે પોતાનો, સ્વયંનો, પોતાનાં જીવરૂપનો; વિજ્ઞાત: જણાયો છે, જ્ઞાત થયો છે, જેને પોતાના બ્રહ્મભાવનું જ્ઞાન સાંપડ્યું છે; મવ-વન્ય-વિનિમુòઃ । અને જે, સંસારનાં બંધનોમાંથી મુક્ત થઈ ગયો છે; આ બંને સિદ્ધિઓ તેને શાનાં કારણે પ્રાપ્ત થઈ છે ? - શ્રુતે: વતાત્ । જીવબ્રહ્મનું ઐક્ય દર્શાવતાં શ્રુતિવાક્યોનાં જ્ઞાનનાં બળે, એના પ્રભાવ વડે. તે જ, ખરેખર, જીવન્મુક્તનાં લક્ષણવાળો છે. (૪૩૮)
–
અનુવાદ :
શ્રુતિજન્ય જ્ઞાનનાં બળે, જેને પોતાનો બ્રહ્મભાવ જાણવા મળ્યો છે અને સંસારનાં બંધનોમાંથી જે મુક્ત થઈ ગયો છે, તે જ, ખરેખર, જીવન્મુક્તનાં લક્ષણવાળો છે. (૪૩૮)
ટિપ્પણ :
જીવ અને બ્રહ્મનું એકત્વ નિરૂપતાં, તત્ત્વમસિ (તત્ ત્નું અસિ !) જેવાં ઉપનિષદ્-વાક્યોનાં જ્ઞાનના પ્રભાવ વડે, એટલે કે એવાં શ્રુતિવચનોના સ્વાધ્યાય તથા તેના પરનાં ચિંતન-મનનને કારણે, જીવન્મુક્તની જે પાત્રતા સિદ્ધ થઈ છે, તે પાત્રતાના બે અંશો અહીં દર્શાવવામાં આવ્યાં છે : (૧) પેલાં શ્રુતિવચનોનો તો વિષય જ જીવબ્રહ્મનું ઐક્ય છે, એટલે પોતે બ્રહ્મસ્વરૂપ છે, એવી એને તરત જ પ્રતીતિ થઈ : પોતાની આવી બ્રાહ્મીસ્થિતિમાં તો, પછી, એની સમક્ષ, દેશ-કાળવસ્તુના પરિચ્છેદો, મર્યાદાઓ, ભેદો અને દ્વન્દ્વો-āતો રહે જ નહીં. (૨) એટલે, સંસારના સર્વ સીમાડાઓ લુપ્ત થઈ જતાં, એની બ્રાહ્મી-દૃષ્ટિમાં, ન રહે સંસાર ને ન રહે એનાં કશાં બંધનો !
હકીકતમાં તો, પહેલી પાત્રતામાંથી જ તેને આ બીજી પાત્રતાની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એટલે જીવન્મુક્ત તરીકેનાં લક્ષણની તેની સિદ્ધિનાં મૂળમાં તો, શ્રુતિવચનોનાં જ્ઞાન-ધ્યાન-ચિંતન-મનન જ છે, એ સ્વીકારવું રહ્યું ! પોતાનાં બ્રહ્મીભવનની પ્રતીતિ એ જ કે પોતાની અંદર જે આત્મા છે, તે જ બહાર સર્વત્ર છે ! અને આ જ પ્રતીતિ તેને એક બીજી શ્રેયસ્કર અનુભૂતિ આપે છે કે જે મૂળ અધિષ્ઠાન(Matrix)ના મંચ પર સમગ્ર બ્રહ્માંડની સઘળી લીલા-ક્રીડાઓ ચાલી રહી છે, તેનાં કેન્દ્રમાં તે પોતે જ છે ! અને આ અનુભૂતિ તો તેને પોતાનાં સાધના-જીવનની ધન્યતા-કૃતાર્થતાની અપાર્થિવ અનુભૂતિ આપે છે !
વિવેકચૂડામણિ | ૮૬૧