________________
ટિપ્પણ:
આમ તો, શ્લોક સહેલો છે, વાક્યરચના અને શબ્દો પણ, પ્રમાણમાં, સરળ છે. છતાં, શ્લોકના તાત્પર્યાર્થ સાથે સંકળાયેલા થોડા ગૌણ મુદ્દાની ચર્ચા પણ રસપ્રદ બની રહે તેવી છે, તે આ પ્રમાણે :
(૧) સર્વત્ર સતત સંપૂર્ણ અભેદ-દર્શન, એ “જીવન્મુક્ત”ની એક આગવી વિશેષતા છે. પરિણામે, પોતાથી અન્ય-જૂદું કંઈ હોઈ શકે, એવી કશી ભ્રાંતિ એને હોતી જ નથી. એનું આ અભેદ-દર્શન એવું અખંડ અને “અનપેક્ષ” (અથવા “નિરપેક્ષ') હોય છે કે અંદર-બહાર, ઉપર-નીચે, આગળ-પાછળ, આજુ-બાજુ વગેરેની “સાપેક્ષતા એને સ્પર્શતી જ નથી. એનું “અંદર-બહાર' (અન્તઃ-વહિ) બધું જ એકમેક-એકાકાર હોય છે. એટલે, આ મતદ-દિની પરિસ્થિતિ, આ લક્ષણને તે પહોંચ્યા-પામ્યા પહેલાંની છે, એમ સમજવાનું રહે.
(ર) સમસ્ત વિશ્વની સર્વોત્તમ ભાષાઓમાં સંસ્કૃતનું સ્થાન ઊંચું છે, એનાં ઘણાં કારણોમાં એક મહત્ત્વનું કારણ છે, - એની અભિવ્યક્તિની સૂક્ષ્મતા (Subtlety) અને સ્પષ્ટતા (Perspicuity). શ્લોકમાં પ્રયોજાયેલો મારું-શબ્દ, સામાન્ય રીતે, “આસક્તિ - (Attachment) - જેવા અનિચ્છનીય ભાવને વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને છતાં અહીં તે “લીનતા'-“મન્નતા અને તે પણ “જેમાંતેમાં' નહીં, પરંતુ “બ્રહ્માનંદ-રસનાં આસ્વાદ'માંની “લીનતા” જેવા અ-પાર્થિવ લિયીને અભિવ્યક્ત કરે છે; અને સંસ્કૃત ભાષા-સાહિત્યના અભ્યાસીઓ તો જાણે જ છે કે વ્યસન' (Addiction) જેવો શબ્દ પણ, “ઈશ્વરને વિશ્વ-કલ્યાણનું વ્યસન” છે”, એવો ઉચ્ચ ભાવ વ્યક્ત કરવા માટે, સંસ્કૃત મહાકવિઓએ, પોતાનાં કાવ્યોમાં, આ શબ્દ, અનેક વાર, પ્રયોજયો જ છે !
(૩) માનસશાસ્ત્ર(Psychology)ના એક સુપ્રસિદ્ધ સિદ્ધાંતનું નિદર્શન પણ અહીં જોવા મળે છે : માનવ-ચિત્તની એક ખાસિયત, અથવા તો, મર્યાદા, એ છે કે તે, એક સમયે, એક જ પ્રક્રિયામાં, સાચા અર્થમાં, લીન બની શકે છે : એ જ સાચી “લીનતા', જેનાં કારણે, ચિત્ત બાકીની સર્વ બાબતોથી અજ્ઞાત-અભાન (વિજ્ઞાન), રહે ! બ્રહ્માનંદ-રસનાં આસ્વાદમાંની સાચી લીનતા' એ જ કે એના આસ્વાદકનાં બાકીનાં સમગ્ર જગતનો એ આસ્વાદ-પ્રક્રિયામાં સંપૂર્ણ “લય” થઈ ગયો હોય !
(૪) આવા સાચા “લય”ને પામવા માટે, જીવન્મુક્ત પણ ખાસ “યત્ન કરવાનો રહે છે તેથી, અહીં તેના માટે એક વધારાનો સૂચક શબ્દ ઉમેરાયો છે, - યતિઃ |
શ્લોકનો છંદ : અનુષુપ (૪૩૬).
૮૫૮ | વિવેકચૂડામણિ