________________
પર પહોંચીને, એની "X-Ray-તસવીર”ને પણ તે જોઈ શકતો હોય છે !
ફ્રેન્ચ ભાષામાં એક શબ્દ છે : "SANG-FROID", - જે, આવા સમદર્શિત્વના ભાવને જ વ્યક્ત કરે છે : સમવૃત્તિત્વ, Equanimity, Un-perturbability, Self-possession. આવું “સર્વત્ર-સમદર્શન', એ જ “જીવન્મુક્ત”ની નિજાનન્દ-મસ્તી !
શ્લોકનો છંદ : અનુષુપ (૪૩૫)
૪૩૬ ब्रह्मानन्दरसास्वादासिक्तचित्ततया यतेः ।
अन्तर्बहिरविज्ञानं जीवन्मुक्तस्य लक्षणम् ॥४३६॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
બ્રહ્માનન્દરસાસ્વાદાસિક્તચિત્તતયા યતે |
અન્તબહિરવિજ્ઞાન જીવન્મુક્તસ્ય લક્ષણમ્ I૪૩૬ શ્લોકનો ગદ્ય અન્વયઃ
- બ્રહ્મ-માનન્દ્રરસ-ગાસ્વાદ-ગાસજીવિત સન્તઃ-વહિ-વિજ્ઞાન - (ત) વીવનુણ્ય : નક્ષ (ત) ૪રૂદ્દા. શબ્દાર્થ :
- જીવન્મુક્ત એવા યતિનું “લક્ષણ” આ શ્લોકમાં આ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે : વિજ્ઞાનમ્ | જ્ઞાન-ભાન વિનાના, અજ્ઞાત-અભાન રહેવું તે. શાનાથી અજ્ઞાત રહેવાનું છે ? - અન્ત–વહિં | અંદર અને બહારના પદાર્થોથી-વિષયોથી. આવી સિદ્ધિ કેવી રીતે સંપન્ન કરી શકાય ? - મારુવિત્તીયા | ચિત્તને મગ્ન, લીન રાખવાથી. ચિત્તને શામાં લીન રાખવાનું છે ? છ-માનન્દ-રસ-ગાસ્વાદું | - બ્રહ્માનન્દ-રસના આસ્વાદમાં, બ્રહ્મ-આનંદરસના ચર્વણમાં.
ચિત્તને જો આવા રસનો આસ્વાદમાં લીન રાખી શકાય તો, અંદર-બહારના વિષયો-પદાર્થોની સંભાનતા, સાધકના બ્રહ્મસાક્ષાત્કારના અનુભવમાં કશો વિક્ષેપ પાડી શકે નહીં. (૪૩૬). અનુવાદ :
બ્રહ્માનંદના રસાસ્વાદમાં ચિત્ત લીન રહેવાને લીધે, અંદર કે બહારના વિષયોથી અભાન રહેવું, - તે જીવન્મુક્ત યતિનું લક્ષણ છે. (૪૩૬)
વિવેકચૂડામણિ | ૮૫૭