________________
(૧) વૈરાયસ્થ તં નોધ: (અસ્તિ) । નોધ એટલે આત્મબોધ, આત્મજ્ઞાન. (૨) વોધસ્યાં સપતિ: (સ્તિ) । ૩પતિ (૩પ + રમ્ એ ધાતુ પરથી બનેલું નામ, Noun) એટલે સર્વ કર્મોમાંથી નિવૃત્તિ, સર્વ ક્રિયાઓનો ઉપરામ, સર્વ પ્રવૃત્તિઓનો અંતઃ (૩) ૩પતેઃ પાંડ્વા સ્વાનન્ત-અનુમવાત્ શાન્તિ: વ (અસ્તિ) । સ્વ-ગાનન્ત-અનુભવ એટલે સ્વ-સ્વરૂપના આનંદનો અનુભવ; નિજાનંદની અનુભૂતિ, આમાંથી મળતી શાંતિ, એ જ ઉપરતિનું ફળ. (૪૨૦)
અનુવાદ :
વૈરાગ્યનું ફળ આત્મજ્ઞાન છે, આત્મજ્ઞાનનું ફળ ઉપરતિ છે અને સ્વ-સ્વરૂપના આનંદના અનુભવમાંથી મળતી શાંતિ, - આ જ ઉપરતિનું ફળ છે. (૪૨૦) ટિપ્પણ :
મુમુક્ષુ સાધકને જો તેના મોક્ષપ્રાપ્તિ-રૂપ ઉચ્ચતમ અને અંતિમ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટેની ઊર્ધ્વ-યાત્રાની ક્રમાનુસાર સોપાન-પરંપરાનો આવશ્યક પરિચય આપવામાં આવે તો, તે, સરળતાપૂર્વક, પોતાનાં ધ્યેયને સંપન્ન કરી શકે. આ ઉદ્દેશને અનુલક્ષીને, આચાર્યશ્રીએ, આ શ્લોકમાં, વૈરાગ્યથી શરૂ કરીને, બોધ-ઉપરતિ-સ્વાનંદાનુભવ વગેરે વચલાં પગથિયાંમાં થઈને શાંતિ સુધીની ફલશ્રુતિનું અહીં આલેખન કર્યું છે. વળી, આ ફલસિદ્ધિ ઉત્તરોત્તર છે, એટલે એમાં, એકમાંથી અનુગામી એવાં બીજાંનો ઉદ્ભવ જ ન થાય તો, એનો અર્થ એ થાય કે દરેક પુરોગામી તત્ત્વ નિષ્ફળ નીવડ્યું છે : ત્રિ વત્તરોત્તામાન: પૂર્વપૂર્વ તુ નિષ્ઠતમ્ । (શ્લોક-૪૨૧)
આથી આ ‘પૂર્વ-પૂર્વ’ની નિષ્ફળતા નિવારવા માટે, તેઓશ્રીએ, ઉત્તરોત્તર પ્રાપ્ત થતાં ‘ફલ’ને અહીં નિશ્ચિતરૂપે નિરૂપ્યું છે.
સૌપ્રથમ તો, પોતાની મોક્ષ-કારકિર્દીનો આરંભ કરવા માટે, સાધકને આત્મજ્ઞાનની, એટલે કે આત્માના અભેદજ્ઞાનની, જરૂર રહે; અને એવું ફળ તો વૈરાગ્યમાંથી જ સાંપડી શકે. આથી જ, આ પહેલાં, આચાર્યશ્રીએ પોતે જ, શ્લોક૩૭૭માં, વૈરાગ્યને, સાધક માટે, સૌથી શ્રેષ્ઠ સાધન અને મુક્તિનું નિરંતર ખુલ્લું દ્વાર કહ્યું છે. સમગ્ર જગત-પ્રપંચની, ‘અનાત્મા’ની પ્રતીતિ, એ જ વૈરાગ્ય (Detachment, Dispassion), અને જેવો આ આત્મબોધ મળે કે તરત જ, સંસારની સર્વ વાસનાઓ અને એમાંથી ઉદ્ભવતા સઘળા વિષય-ઉપભોગો પાછળની એની આંધળી દોટ અટકી જાય (‘ઉપરતિ') ! આવું શક્ય બને તે માટે, આચાર્યશ્રીએ, ‘ઉત્તમ ઉપરતિ'ની વ્યાખ્યા, આ' પહેલાં, “મનોવૃત્તિ બાહ્ય વિષયોમાં ભમ્યા ન કરે", - એમ કહીને, આપી જ દીધી છે ઃ
વિવેકચૂડામણિ / ૮૨૧