________________
વિનાનું, કાર્ય-કારણ-ભાવ વગરનું; શ્રુતિ કહે છે તેમ, પૂર્વાપર-ભાવ-રહિત - તઃ एतद् ब्रह्म अ-पूर्वं अन्-अपरम् ।
ભાવના-અતીત-ભાવમ્ ભાવનાની પકડથી પર; સર્વ ભાવનાઓથી મુક્ત, માત્ર ભાવ-રૂપ; જેનું સ્વરૂપ શ્રુતિની સહાય વિના, કોઈ જ કલ્પનાથી ન સમજાય તેવું છે; સર્વ બૌદ્ધિક પ્રતીતિઓથી પર.
સમરસન્ ! – સમાન-રસ-સ્વરૂપ; સર્વથા સર્વદા એકરૂપ; ત્રણેય કાળમાં એક જ સ્વરૂપવાળું.
અસમાનમ્ ! ઉપમા-રહિત, નિરુપમ; જેની સમાન કોઈ નથી તેવું, અદ્વિતીય, અજોડ; સર્વ સામ્યોથી પર.
માન-સમ્બન્ધ-ટૂ | મન એટલે “પ્રમાણ”, ન્યાય-દર્શનમાં નિરૂપિત પ્રત્યક્ષ“અનુમાન' જેવાં સર્વ “પ્રમાણોથી પર, એટલે કે પ્રમાણાતીત; શ્રુતિ પણ જેના વિશે લક્ષણા' વડે જ વાત કરે છે તેવું. શ્રી સુરેશ્વરાચાર્ય સાચું જ કહે છે કે –
प्रमाता च प्रमाणं च प्रमेयं प्रमितिस्तथा ।
यस्य प्रसादात् सिद्ध्यन्ति तत्-सिद्धौ किमपेक्ष्यते ? ॥ (“ઝમ એ ધાતુ સાથે સંકળાયેલા પ્રમાતા-પ્રમાણ-પ્રમેય-પ્રમિતિ વગેરે સર્વ ભાવો જેની કૃપા વડે સિદ્ધ થાય છે, તેની સિદ્ધિ માટે કોની અપેક્ષા સેવવાની રહે !”).
ટૂંકમાં, પ્રમાણોનાં સમસ્ત ક્ષેત્રોથી પર.
નિમ-વન-સિદ્ધમ્ ! નિગમ એટલે વેદ, વેદોનાં વચનો વડે સિદ્ધ; જેની સિદ્ધિ અને સ્થાપનાનો આધાર માત્ર વેદ-વચનો જ છે, તેવું. નિત્યમ્ | નિત્ય, સદા-સ્થિત, શાશ્વત. *
કર્મબ્રતિષ્ઠમ્ | જેની પ્રતિષ્ઠા “હું-રૂપે જ છે, તેવું.
“હું”-એ પદથી જ જે પ્રસિદ્ધ છે, પ્રતિષ્ઠિત છે, જાણીતું છે, તે બ્રહ્મ માં મિ તિ પ્રસિદ્ધ (૪૧૦). અનુવાદ :
પ્રકૃતિના વિકારોથી રહિત, ભાવનાની પકડથી પર, સમરસ, નિરુપમ, પ્રમાણાતીત, વેદવચનોથી સિદ્ધ, નિત્ય અને હું-રૂપે પ્રતિષ્ઠિત એવાં પૂર્ણ બ્રહ્મને વિદ્વાન મનુષ્ય સમાધિમાં, પોતાના હૃદયમાં, અનુભવે છે. (૪૧૦). ટિપ્પણ: જેમને જે વિષયમાં ઊંડો અને એકનિષ્ઠ રસ હોય છે, તે મહાનુભાવોને
૮૦૦ | વિવેકચૂડામણિ