________________
મન્વય છે : પાળવે ડ્વ અત્યન્તપરિપૂર્ણ-વસ્તુનિ... વગેરે ।।૪૦।। દાર્થ :
પાળેવ એટલે મહાપ્રલય-સમયનો સમુદ્ર(અfવ); અત્યન્તપરિપૂર્ણ એટલે પૂરેપૂરો, સંપૂર્ણરીતે ભરેલો. એકમાત્ર સત્ય વસ્તુતત્ત્વ એવું બ્રહ્મ પણ આવું જ મત્યંત-પરિપૂર્ણ છે. (૪૦૨)
મનુવાદ :
મહાપ્રલયના સમુદ્રની જેમ, અત્યંત-પરિપૂર્ણ એવાં એકમાત્ર સત્ય વસ્તુતત્ત્વ પુમાં, નિર્વિકાર-નિરાકાર-નિર્વિશેષ બ્રહ્મમાં ભેદ સંભવે જ ક્યાંથી ? (૪૦૨) ટિપ્પણ :
ભેદ તો ત્યાં જ હોય, જ્યાં કશાં ઉણપ-અસંતોષ-અપૂર્ણતા કે અછત હોય. બ્રહ્મ પોતે તો મહાપ્રલયના સાગરની જેમ, સ્વયં સંપૂર્ણ-પરિપૂર્ણ છે, છલોછલ છે, સંતૃપ્ત છે, પરિતુષ્ટ છે. નથી તેનામાં જીવના વિકારો, જગતના આકારો કે આકારોની કશી વિશિષ્ટતા; તો પછી, તેનામાં ભેદની સંભાવના જ શાની ? શી ? શી રીતે ?
પુરાણોની વિભાવના પ્રમાણે, મહાપ્રલય(Cosmic deluge)ના કાળે, પાણીની એવી પ્રચંડ ભરતી આવે છે કે સમગ્ર બ્રહ્માંડના બધા જ સમુદ્રો એકબીજામાં ભળી જાય છે અને પૃથ્વી પર માત્ર એક પ્રલય-મહાસાગર જ સર્વત્ર એવો ‘અત્યંતપરિપૂર્ણ' બની રહે છે કે પૃથ્વી(Land)નો કોઈ ભાગ જ દેખાતો નથી : સર્વત્ર, બસ, પાણી જ પાણી !
આવા ‘પ્રલય-મહાસાગર'માં પાણીની શી-કેવી-કેટલી ઉણપ હોય ? અને ઉણપ ન હોય તો, એનાં પાંણીમાં કશો ભેદ તો હોય જ શાનો ?
જે પોતે પોતાનામાં આવું ‘અત્યંત-પરિપૂર્ણ’ છે, જેનામાં ક્યાંય કશીય કચાશ કે અપૂર્ણતા જ નથી, ત્યાં કોઈ ભેદ માટે તો શક્યતા જ શી ?
“ઋગ્વેદ”નાં “પુરુષસૂક્ત”(૧૦, ૯૦)માં પણ આવું જ વર્ણન છે, જેમાં આ વિરાટપુરુષે પોતાના એક પાદ (એક ચતુર્થાંશ) વડે જ, સમસ્ત-ભૂતસૃષ્ટિને આવરી લીધી છે અને એના બાકીના ત્રણ પાદ (ત્રણ-ચતુર્થાંશ) તો, ઘુલોકમાં, ‘અ-મૃત’ જ રહે છે ઃ
पादोऽस्य विश्वा भूतानि त्रिपाद् अस्य अमृतं दिवि ॥
અહીંનાં, અત્યન્ત-પરિપૂર્ણ-શબ્દ સાથે વેદનું આ વર્ણન સહેજે યાદ આવી વિવેચૂડામણિ | ૭૮૩