________________
તેમાં આ વિશ્વનું હોવું તે, - એવો વિકલ્પ.
તો પછી, આમાં શું સમજવું ?
એ જ કે (દ્રળિ) પિતા પુતઃ ? fપતા એટલે ભેદ, બ્રહ્મમાં ભેદ સંભવે જ ક્યાંથી? - કેમ ન સંભવે ? બ્રહ્મનાં આ ત્રણ વિશેષણો જુઓ ઃ (૧) વિવારે વિકાર કે ફેરફાર વગરનું, પરિવર્તન-વિહોણું; (૨) નિવારે આકાર વિનાનું, રૂપરહિત, અમૂર્ત, (૩) નિવિષે – કશી વિશેષતા અથવા વિશેષણ વિનાનું, અવયવોવગરનું. (૪00). અનુવાદ :
(બ્રહ્મ, એ) એકમાત્ર વસ્તુમાં વિશ્વ(નું હોવું), એવો વિકલ્પ જ એક મિથ્યા કલ્પના છે : નિર્વિકાર, નિરાકાર અને નિર્વિશેષ(એવાં બ્રહ્મ)માં ભેદ તો સંભવે જ
ક્યાંથી કેવી રીતે) ? (૪૦૦) ટિપ્પણ:
સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર સત્ય વસ્તુ એટલે બ્રહ્મ, અને વિશ્વ એટલે જ “આ વિવિધાકાર સંસાર'. “એકમાં “વિવિધીનું હોવું, - એ તો એક “મિથ્યા કલ્પના (વિવિધ વચ્ચતે રૂતિ વિ૫: ) જ બની રહે ! એક પ્રકારનો “વદતો વ્યાઘાત (Contradiction in terms) g !
અસંખ્ય નામ-રૂપો અને એનાં એવાં જ અનેક વૈવિધ્યો, - આ બધું એટલે સંપૂર્ણ અસત્ય. “સત્ય”માં “અસત્ય” અને “એકમાં “અનેકનું હોવાની કલ્પનામાત્ર એટલે વિશુધ્ધ મનની માયા! “મિથ્યા' એવાં જગતને, વેદાન્ત-દર્શનમાં “કૃષ્ટ-નષ્ટ એટલા માટે કહેવામાં આવે છે કે તે અજ્ઞાનને કારણે જ દેખાય છે (ષ્ટ), પરંતુ જ્ઞાનનો ઉદય થતાં તે નાશ પામે છે (નષ્ટ).
દ્વિતનું કશું જ અસ્તિત્વ નથી', - એવો ઉપદેશ આપવા માટે, ભગવત્પાદ આચાર્યશ્રીએ, સકલ-વેદાન્તના તાત્પર્યવિષય તરીકે, “અનુભવ', યુક્તિ, દષ્ટાંત અને “શ્રુતિ', - એ ચારને આ પ્રમાણે સ્થાપ્યાં છે :
सकलवेदान्तविषयतात्पर्य अनुभव-युक्ति-दृष्टान्त-श्रुतिभिः द्वैतस्य अत्यन्तअसत्त्वं उपदिशति आचार्यः ।
આવાં ચારેય માધ્યમોને પ્રયોજીને, આચાર્યશ્રીએ, વિશેષ્ય-વિશેષિત, અપૂર્ણસંપૂર્ણ, વ્યક્તિ-વર્ગના સર્વ ભેદોના “સંભવને અસંભવ' કરી નાખ્યા છે (fમવા ડુત:). તેવી સર્વોચ્ચ સિદ્ધિએ પહોંચ્યા પછી, એ સાધકને તો આ વિશ્વ ક્યાંય શોધ્યું ય ન જડે ! એનું અસ્તિત્વ હોય તો દેખાય ને !
૭૮૦ | વિવેકચૂડામણિ