________________
(૨) તત: પત્મિના સ્થિત સ્વં માત્માને પૂર્ણ થયેત્ II તત: એટલે તેથી, તે કારણે; ઉપરનાં વાક્યમાં ઉપાધિઓનાં સ્વરૂપને વર્ણવવામાં આવ્યું છે, તે જોતાં : વિકૃશ્યમાને તેષાં પ્રતીય ત્વત્ | ઉપાધિઓનું વિમર્શન કરવામાં આવતાં, તે સર્વ પ્રતીત થતી નથી, એટલે કે ‘મિથ્યા' (unreal) છે, તેથી. તેથી શું કરવાનું? (સાધ:) વં માત્માને પૂર્ણ પ - સાધકે પોતાના આત્માને પૂર્ણરૂપે જોવો જોઈએ, એનું સંપૂર્ણ દર્શન કરવું જોઈએ. શ્લોકમાંનો આ પૂમ્ - શબ્દ, આત્માનાં સ્વરૂપ વિશે આ બે વાતનો સંકેત આપે છે : .
એક તો એ કે આત્માનું સ્વરૂપ, એ અર્થમાં “પૂર્ણ છે કે તે દેશ, કાળ અને વસ્તુ, - એ ત્રણેયની મર્યાદાઓથી પર છે, -
રેસ-વા-વહુ- છે-હિતમ્ | અને બીજું એ કે એ સ્વરૂપ એવું “પૂર્ણ” છે કે એમાંથી મિથ્યા ઉપાધિઓ વગેરે દૂર કરવામાં આવે તો પણ એમાં કશો “ઘટાડો નથી અને એવું ને એવું જ પૂર્ણ રહે છે; અને એ જ રીતે, જગતમાં નવા જન્મોનો ઉમેરો થાય તો પણ તેમાં કશો “ઊમેરો” નથી
“ઊમેરા” અને “ઘટાડાની આપણી સર્વ સ્થૂલ વિભાવનાઓથી, આત્માનાં સ્વરૂપની “પૂર્ણતા” સદા પર હોય છે !
આત્માનું આવું “પૂર્ણ સ્વરૂપ, આપણને, “શુક્લ યજુર્વેદ”ની ઉપનિષદોના આ સુપ્રસિદ્ધ “શાંતિપાઠમંત્રનું સ્મરણ કરાવે છે :
પૂમઃ પૂછમિર્વ પૂર્ણાહૂમુદ્યતે |
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ આ “આત્મા’ કેવો છે ? - અાત્મના સ્થિતમ્ ! – એક જ સ્વરૂપે સદા રહેલો. (૩૮૭) અનુવાદ :
બ્રહ્માથી માંડીને છેક તણખલાં સુધીની બધી જ ઉપાધિઓ મિથ્યા જ છે, તેથી એક જ સ્વરૂપે રહેલા પોતાના આત્માને (સાધકે) પૂર્ણરૂપે જોવો જોઈએ. (૩૮૭) ટિપ્પણ:
અહીં પણ આ પહેલાંના શ્લોકોમાંનાં ક્રિયાપદોની જેમ, પ - ક્રિયાપદ યોજાયું હોવાથી, સાધકે કરવાનાં આત્મદર્શનના મુદ્દાની ચર્ચા આ શ્લોકમાં પણ ચાલુ જ છે.
૭૪૬ | વિવેકચૂડામણિ