________________
અનુવાદ :
અંદરનો અને બહારનો ત્યાગ વિરક્ત માણસ જ કરી શકે છે. (આવો) વિરક્ત (માણસ) જ મોક્ષ માટેની (એની) ઇચ્છા વડે (આંતર-બાહ્ય વિષયોની). આસક્તિને ત્યજે છે. (૩૭૩) ટિપ્પણ :
જે માત્ર એક જ અને અદ્વિતીય (પર્વ ક્રિતીય) છે અને જે સદાસર્વદા સત્ય સ્વરૂપ (બ્રહ્મ સત્યમ) છે, એવા બ્રહ્મના સાક્ષાત્કાર માટે, સાધક માટે, જે કાંઈ આવશ્યક છે તેનું સમ્યક જ્ઞાન તેના માટે સુલભ કરી આપવું, એ જ આ ગ્રંથનું મુખ્ય પ્રયોજન છે. યોગ-દર્શનમાં પતંજલિએ પ્રબોધેલી “યોગની પ્રક્રિયાની સમજણ જરૂરી હતી તે આપ્યા પછી, હવે, આચાર્યશ્રી વૈરાગ્યસ્વરૂપનું પ્રતિપાદન હાથ ધરે છે.
આમ તો, આ વિષયની પૂર્વભૂમિકા, આ પહેલાં, શ્લોક-૩૬૮માં જ, એક સૂચન-રૂપે, આચાર્યશ્રીએ, રચી જ દીધી હતી. “નિર્વિકલ્પ” પણ એક પ્રકારનો યોગ જ છે અને એ યોગ-પ્રવેશના અધિકાર માટેનાં પ્રાથમિક સાધનો(યોગાસ્ય પ્રથH તારમ)નો નિર્દેશ કરતાં, તેમણે નિરાશા, નિરીહા - એવા જે બે શબ્દો પ્રયોજ્યા છે, તે આ વૈરાગ્યનો જ સંકેત આપે છે.
અને શ્લોક-૧૭૭માં તો, મનને વિમુક્તિ માટે તૈયાર કરવા માટે, વિવેક અને વૈરાગ્ય એ બેની પરિપક્વતા પર જ આ રીતે ભાર મૂકવામાં આવ્યો છે :
વિવેવૈરા યાતિવાદ્
शुद्धत्वमासाद्य मनो विमुक्त्यै । હવે, વૈરાગ્યનાં સ્વરૂપનાં દઢીકરણ માટે અને એનાં મહત્ત્વ પર ભાર મૂકવા માટે, આચાર્યશ્રી, એની વિચારણા હાથ ધરે છે.
પરંતુ તે પહેલાં, આપણે આ વૈરાગ્ય-શબ્દને બરાબર સમજી લઈએ : ગમતી વસ્તુ પ્રત્યેનાં આકર્ષણ માટે રાગ અને અણગમતી વસ્તુ પ્રત્યેના અણગમા માટે દ્વેષ, - એ બેનાં દ્વન્દ્રમાંનો રાગ, મનુષ્યને સંસારનાં બંધનોમાં જકડી રાખનારું એક મજબૂત પરિબળ છે. રાગ-રહિત થયા વિના, રાગ-મુક્ત બન્યા વિના, મોક્ષની ઈચ્છા સેવવી, એટલે કે “મુમુક્ષુ' અથવા “મોક્ષાર્થી બનવું શક્ય જ નથી. આ રાગ-રહિત થવું એટલે જ “વિ-રાગ” અને આ શબ્દ પરથી બનેલું ભાવવાચક નામ (Noun) એટલે વિરાગ્ય-રાગરાહિત્ય, રાગમુક્તિ (Total detachment from worldly objects). આવી વૈરાગ્યવૃત્તિને જેણે સંપૂર્ણરીતે આત્મસાત્ કરી હોય તેને “વિરક્ત” કહેવાય.
-
વિવેકચૂડામણિ | ૭૧૫