________________
નથી : સો, હજાર, લાખ જેવા સંખ્યાસૂચક આંકડાઓનું તો સ્થાન જ, ત્યારપછી તો, ન રહે !
અને એટલે જ અહીં “અનંતગણું' એવો શબ્દ પ્રયોજાયો છે. (૩૬૫) અનુવાદ :
શ્રવણ' કરતાં એનું “મનન' સો-ગણું (ચઢિયાતું) જાણવું; “મનન” કરતાં નિદિધ્યાસન' લાખ-ગણું (ચઢિયાતું) જાણવું; અને “નિર્વિકલ્પ સમાધિને તો અનંતગણી (ઉત્તમ) જાણવી. (૩૬૫). ટિપ્પણ :
શ્રુતિ' (“શ્રવણ'), “મનન', “નિદિધ્યાસ', - એ શબ્દોનો તાત્પર્યાર્થ, આ પહેલાં, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં સવિસ્તર સમજાવવામાં આવ્યો છે; એટલું જ નહીં, પરંતુ એ ત્રણ તથા ચોથી “નિર્વિકલ્પ સમાધિ', - એ સર્વનાં ઉત્તરોત્તર સવિશેષ ચઢિયાતાપણાંનાં કારણોની જરૂરી ચર્ચા પણ ત્યાં જ કરવામાં આવી છે, એટલે તે બંને મુદ્દા વિશે અહીં કશું ઊમેરવાનું રહેતું નથી.
પણ આ શ્લોક સાથે સંકળાયેલી આ બે મહત્ત્વની વાતનો નિર્દેશ કરવાનો રહે છે : (૧) એક તો એ કે આચાર્યશ્રીએ અહીં બ્રહ્મ એટલે કે આત્માના સાક્ષાત્કાર વિશે જે પ્રતિપાદન કર્યું છે, તેનો આધાર “બૃહદારણ્યક'-ઉપનિષદના આ વાક્ય પર રહેલો છે : માત્મા વા દ્રષ્ટવ્યઃ શ્રોતવ્યો મન્તવ્યો નિરિથ્યાયિતઃ તિા (૨, ૪, ૫)
પોતાની બ્રહ્મવાદિની ધર્મપત્ની મૈત્રેયીને, “આત્માનાં પ્રયોજન માટે જ અન્ય સર્વ પ્રિય થાય છે, અન્ય સર્વનાં પ્રયોજન માટે સર્વ પ્રિય થતું નથી” ન વા કરે સર્વસ્થ માય સર્વ પ્રિય મવતિ, કાત્મનઃ તુ માય સર્વ Nિ મવતિ | એવો ઉપદેશ આપ્યા પછી, “આત્મા જ અનુભવવા યોગ્ય, શ્રવણ કરવા યોગ્ય, મનન કરવા યોગ્ય અને નિશ્ચયપૂર્વક ધ્યાન કરવા યોગ્ય છે,” - એવું પ્રતિપાદન યાજ્ઞવલ્કયે કર્યું છે અને પછી તેમણે આત્માના મહિમાનું સમાપન આ રીતે કર્યું છે : मैत्रेयि, आत्मनः वा अरे दर्शनेन, श्रवणेन मत्या विज्ञानेन इदं सर्वं विदितम् ।
| (“મૈત્રેયી ! આત્માની અનુભૂતિ વડે, શ્રવણ વડે, મનન વડે અને નિદિધ્યાસન વડે, આ સમસ્ત જગતનું જ્ઞાન થાય છે.”).
અને (૨) બીજી વાત એ કે વેદાંત વિદ્યાના અધિકાર માટે, અથવા તેની પાત્રતા માટે, આ પહેલાં, આ જ ગ્રંથમાં ચાર બાહ્ય સાધનો(“સાધન-ચતુષ્ટય” : વિવેક, વૈરાગ્ય, શમ-દમ વગેરે પસંપત્તિ અને મુમુક્ષા)નું નિરૂપણ કરવામાં આવ્યું
વિવેકચૂડામણિ | ૬૯૯