________________
અને જીવ-બ્રહ્મમાં ભેદ હોવાનું દર્શાવે છે, તો પછી સાધકને “શ્રવણ દ્વારા પુરસ્કૃત જીવ-બ્રહ્મના અભેદમાં નિષ્ઠા કેવી રીતે થાય ? તેથી, પેલાં પ્રમાણો અને સંસ્કારોનું ખંડન કરવાનું અનિવાર્ય બને છે અને તે થઈ શકે માત્ર “મનનથી જ : મનન એટલે “ઊંડું ચિંતન'. જે કાંઈ “શ્રવણ' કર્યું છે, તેનો, એટલે કે જીવ-બ્રહ્મની ભિન્નતાના મિથ્યાપણાંનો, ઊંડાં ચિંતન(Reflection)ની ચકાસણીના આધારે નિશ્ચય કરવો, તે “મનન” છે. આમ, “શ્રવણની યોગ્યતા “મનન” દ્વારા જ સિદ્ધ થઈ શકે અને તેથી જ તેને અહીં “શ્રવણ' કરતાં સો-ગણું ચઢિયાતું જાણવું-સમજવું (વિદા), એમ કહેવામાં આવ્યું છે.
(ર) વિવિધ્યારૂં મનાત્ પ નક્ષi (વિદ્યા) | - “મનન વડે પેલાં મિથ્યાપણાંનું ખંડન (Refutation) તો થયું, પરંતુ હજુ જીવ-બ્રહ્મના અભેદનું જ્ઞાન બુદ્ધિની કક્ષાથી આગળ વધ્યું ન કહેવાય; એટલે તેને ધ્યાન” (Profound Meditation) દ્વારા બ્રહ્મના સંપર્ક સુધી પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી, પેલાં અભેદજ્ઞાનની, અંતઃકરણને, “પ્રતીતિ” (Conviction) ન થાય. ધ્યે એટલે “ધ્યાન ધરવું, એ જ નિદિધ્યાસન', જેના દ્વારા જ, બુદ્ધિની કક્ષાએ સ્થિર થયેલું. પેલું જ્ઞાન, સાધકનાં અંતઃકરણમાં પહોંચી શકે અને બૌદ્ધિક તથા માનસિક કક્ષાએ રહેલાં પેલાં જ્ઞાનની અનુભૂતિ (Experience) થઈ શકે. જીવ-બ્રહ્મના અભેદનું જ્ઞાન, આ રીતે, અંત:કરણની અનુભૂતિ (Realisation) પામે, એમાં જ એની અંતિમ સાર્થકતા છે. આ પ્રક્રિયાનું નિરંતર રટણ થાય ત્યારે જ, વેદોનાં “મહાવાક્યો’એ પ્રતિપાદિત કરેલાં બ્રહ્મ-સ્વ-સ્વરૂપનો, એટલે કે આત્માનો સાક્ષાત્કાર થાય. “નિદિધ્યાસન'નો આવો મહિમા હોવાથી, તેને “મનન' કરતાં લાખગણું (તક્ષ"M) ચઢિયાતું ગણવામાં આવ્યું છે, તેમાં પૂરું ઔચિત્ય છે.
(૩) નિર્વિક્લ (1) અનન્ત (વિદ્યાતિ) , પરંતુ નિર્વિકલ્પ સમાધિને તો, એનાં પહેલાંનાં ત્રણેય તબક્કાઓ (“શ્રવણ', “મનન” અને “નિદિધ્યાસન') કરતાં અનંતગણી ચઢિયાતી સિદ્ધ કરવામાં આવી છે. એનાં કારણોની સમજૂતીની પણ આવશ્યકતા રહેતી નથી : નિર્વિકલ્પ સમાધિનું સ્વરૂપ, આ પહેલાંના શ્લોકમાં, જે રીતે નિરૂપવામાં આવ્યું છે તે જોતાં, સાધકના આત્મસાક્ષાત્કારના આ તબક્કે, જ્ઞાતાજ્ઞાન-ગ્નેય વચ્ચેના ભેદોની સઘળી સભાનતા એવી નાબૂદ થઈ જાય છે કે આવા સર્વોચ્ચ તબક્કે તો, પછી, કોઈ જ વિકલ્પો-વિચારો-વિક્ષેપો-વાસનાઓ-ભેદો-દ્વતોધંધો-પ્રયત્નો-પુરુષાર્થો-પ્રમાણો-તરંગો-કલ્પનાઓ-શંકાઓ જેવાં ક્ષુદ્ર અને ક્ષુલ્લક તત્ત્વો માટે તો કોઈ અવકાશ જ રહેતો નથી ! આવી સિદ્ધિ કેટલા ગણી ઊંચી છે, એ કહેવાની પણ કશી જરૂર રહેતી
૬૯૮ | વિવેકચૂડામણિ