________________
કરતાં, એમાં સતત પ્રવૃત્ત રહીને; ધ્વી – એટલે બાળી નાખીને, ભસ્મીભૂત કરીને; કેવી રીતે ? સાધુ એટલે સારી રીતે, સંપૂર્ણરીતે, પૂરેપૂરાં, સમૂળાં; કોને બાળવાનાં છે ? - વિન્ધાન ભેદોને, કલ્પનાઓને; આ “વિકલ્પો' કેવા છે ? વિદ્યા-તિમિર-નિતીન | તિમિર એટલે અંધકાર; અવિદ્યારૂપી અંધકારે ઉત્પન્ન કરેલા, અંધકાર-જન્ય; તે કેવી સ્થિતિમાં સુખપૂર્વક વસે છે (સુd નિવસતિ ) ? - આ પ્રમાણે ત્રણ સ્થિતિમાં : (અ) હીત્યા. - “બ્રહ્માકૃતિ' એટલે બ્રહ્મભાવની વૃત્તિ, બ્રહ્મસ્વરૂપ-સ્થિતિ; (બ) નિયિ : - કશી પણ ક્રિયા ન કરતો; ક્રિયારહિત, અક્રિય. (ક) નિર્વિવત્વ: (સન) – નિર્વિકલ્પ સમાધિની) સ્થિતિમાં, નિર્વિકલ્પ બનીને. (૩૫૬) અનુવાદ :
શાન્ત, દાન્ત, વિષયોમાંથી સંપૂર્ણરીતે ઉપરત અને ક્ષમાશીલ એવો સંન્યાસી, સમાધિનું નિત્ય સેવન કરતો રહીને, પોતાના સર્વાત્મભાવનો અનુભવ કરે છે. આ પ્રમાણે કરતાં-કરતાં, અવિદ્યારૂપી અંધકારે ઉત્પન્ન કરેલા વિકલ્પોને સમૂળા બાળી નાખીને, બ્રહ્માકાર-વૃત્તિથી નિષ્ક્રિય અને નિર્વિકલ્પ સ્થિતિમાં તે સુખપૂર્વક રહે છે. (૩પ૬). ટિપ્પણ:
આ પહેલાં, છેલ્લા બે શ્લોકોમાં નિર્વિકલ્પ-સમાધિનું સ્વરૂપ અને કાર્ય સમજાવવામાં આવ્યું છે અને તેનીયે પૂર્વે, શ્લોક-૩૪૩માં તો, ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે બહુશ્રુત પંડિતો માટે પણ જે શક્ય નથી તે, શક્તિશાળી અહંકારનો નાશ તો, “નિર્વિકલ્પ-સમાધિમાં નિશ્ચલ બનેલા સંન્યાસીઓ જ કરી શકે છે.
હવે, આ શ્લોકમાં, આવી “નિર્વિકલ્પ–સમાધિની સર્વોચ્ચ સિદ્ધિએ પહોંચેલા યતિને પ્રાપ્ત થતાં ફળની વિગતો નિરૂપવામાં આવી છે; એટલું જ નહીં પરંતુ બૃહદારણ્યક'-ઉપનિષદનાં ‘શાન્તો દ્વાન્તઃ' એ શ્રુતિવાક્ય(૪, ૪, ર૩)નો સંદર્ભ ટાંકીને, સાધક માટે, જે સમાધિનું વિધાન, શ્લોક-૩૪રમાં કરવામાં આવ્યું છે, તે વેદાંત વિદ્યાની પ્રાપ્તિ માટે જે “સાધનચતુષ્ટય મહત્ત્વનાં છે, તેની વિગતો ફરી એક વાર નિર્દિષ્ટ કરીને, અહીં, તેના પ્રત્યે, સાધકનું, આ પ્રમાણે ધ્યાન ખેંચવામાં આવ્યું છે : (૧) મનને પીડતા કામ-ક્રોધ-લોભ વગેરે પરિપુઓથી મુક્ત થઈને, તેણે શમ પામીને, મનને શાંત કરવું; (ર) ઈન્દ્રિયોનો સંપૂર્ણ નિગ્રહ કરીને, એટલે કે દમને કેળવીને તેણે “દાન્ત' બની જવું; (૩) બહારની સર્વ પ્રવૃત્તિઓમાંથી પોતાની જાતને પાછી ખેંચી લઈને (Withdraw કરીને) શ્રેષ્ઠ પ્રકારની “ઉપરતિ પામવી;
૬૭૬ | વિવેકચૂડામણિ