________________
“હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને,
પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો ને !” “મોક્ષપંથ' એટલે જ “પ્રેમપંથ' અને એ તો સાચે જ, “પાવકની જવાળા જેવો છે, અને તેથી જ કવિએ ઊમેર્યું હતું કે એ તો, -
“માથા સાટે “મોધી વસ્તુ, સાંપડવી નહીં સહેલ” જો ને !” - સંક્ષેપમાં, સાચા અર્થમાં “ખાંડાની ધાર' જેવા મોક્ષ માટે તો, - “પુરુષ' હોય કે “સ્ત્રી', સહુ કોઈ માટે, પોતાનું સઘળું, - પ્રાણ સુદ્ધાં - હોમી દેવાની સમર્પણભાવના (A spirit of Dedication), એ એક અનિવાર્ય પૂર્વ-શરત છે.
“પુસ્વ' અને “પૌરુષ' જેવા શબ્દોનો આ જ અર્થ, આચાર્યશ્રીને અભિપ્રેત છે, એમાં કશી શંકા નથી.
વળી, અહીં આ શ્લોકમાં, સ્વાર્થે-શબ્દ પ્રયોજાયો હોવાથી, આચાર્યશ્રી, મોક્ષપ્રાપ્તિ, આત્મદર્શન અથવા, મૃત્યુ પછી પરમાત્મામાં લીન થઈ જવું, “બ્રહ્મલીન' બની રહેવું, - એને જે મનુષ્યનો સાચો અને સૌથી મોટો “સ્વાર્થ સમજે છે. પરમાર્થના અર્થમાં “સ્વાર્થનું આ કેવું અર્થઘટન છે ! અને “સ્વાર્થનું પણ કેવું અસાધારણ ઊર્ધીકરણ (sublimation) ! એ તો શંકરાચાર્યનું જ ગજું !
શ્લોકનો છંદ : અનુરુપ (૫).
पठन्तु शास्त्राणि यजन्तु देवान्
સુર્વસુ મળિ મળતું તેવતા: | आत्मैक्यबोधेन विना विमुक्ति
* સિત બ્રહ્મશતાન્તપ | ૬ || શ્લોકનો ગુજરાતી પાઠ -.
પઠન્તુ શાસ્ત્રાણિ યજનુ દેવાનું | કુર્વજુ કર્માણિ ભજતુ દેવતાઃ | આત્મક્યબોધેન વિના વિમુક્તિ
નિ સિધ્યતિ બ્રહ્મશતાન્તરેડપિ | ૬ | શ્લોકનો ગદ્ય અન્વય – શાસ્ત્રાણ પડતુ, ટુવાન યુનતુ, મf कुर्वन्तु, भजन्तु देवताः, (परं तु) आत्मैक्यबोधेन विना, ब्रह्मशतान्तरे अपि, વિમુ$િ: = સિષ્યતિ || ૬ ||
શબ્દાર્થ - મામૈોધ:-ગાત્મ+મૈવી+વોધ; જીવાત્મા અને પરમાત્માની એક્તાનું જ્ઞાન; જીવાત્મા એ જ પરમાત્મા છે, એવી સમજણ; બ્રહાશતાન્તરેબ્રહ્મશત – એટલે સેંકડો બ્રહ્માઓ; સેંકડો સર્જનહારો; સત્તાં-(બ્રહ્માના) અધિકારનો સમય, એમનાં શાસન, સત્તા અથવા આધિપત્યનો સમયાવધિ; આખા શબ્દનો
વિવેકચૂડામણિ | ૬૩