________________
પણ અડચણરૂપે) તરંગિત થતી રહે છે; (આમ છતાં પણ) આત્મતત્ત્વનો અસંદિગ્ધ સાક્ષાત્કાર થતાં, તે સર્વ વિકલ્પનાઓ વિલય પામે છે. (૩૫૫) ટિપ્પણ :
ગયા શ્લોકમાં નિર્વિકલ્પ સમાધિની વાત કરવામાં આવી હતી, પરંતુ સાધક એવી સર્વોચ્ચ કક્ષાએ ન પહોંચ્યો હોય તો, એની બુદ્ધિમાં રજોગુણ અને તમોગુણે સર્જેલી અપૂર્ણતાઓને કારણે, એટલા પૂરતી બુદ્ધિ ખામીવાળી રહે, એમાં દોષો ચાલુ રહે અને તેથી પરમાત્માનું તેનું દર્શન અધૂરું-અપૂર્ણ રહે પરમાત્મા તો “અદ્વિતીય છે, ત્યાં કોઈ બીજા માટે અવકાશ જ નથી. “આ” એટલે નજીકનું અને તે એટલે દૂરનું; “હું એટલે પોતે અને “તું” એટલે પારકો, - આવી વિશેષતાઓ અને આવાં અંતરો (Distances) પરમાત્મામાં નથી, પરંતુ બુદ્ધિની અપૂર્ણતાને કારણે, તેની સમાધિ હજુ “સવિકલ્પી” અથવા “સંપ્રજ્ઞાત” કક્ષાની છે અને એટલે જ “હું-તું.આન’ જેવી મિથ્યા કલ્પનાઓ અને જ્ઞાતા-જ્ઞાન-શેયના તફાવતની સભાનતાઓ ત્યાં ચાલુ રહે; એટલું જ નહીં પણ તેની આવી માનસિક પરિસ્થિતિ ચાલુ રહે ત્યાં સુધી, આ “સંપ્રજ્ઞાત' સમાધિમાં પણ આવી સર્વ કલ્પનાઓ, તેના માટે, સતત અડચણોનાં રૂપમાં, તરંગિત થતી જ રહે (પ્રતિવિનતિ); છતાં સાધકને મૂંઝાવાની કે નિરાશ થવાની જરૂર નથી. એની સાધના ઉત્તરોત્તર સવિશેષ સઘન થતી રહે અને એનાં પરિણામે તેની બુદ્ધિ સંપૂર્ણરીતે નિર્દોષ, વિશદ્ધ અને નિર્મળ થઈ જાય તો. એની સમાધિ તાત્ત્વિકરૂપે “અસંપ્રજ્ઞાત', એટલે કે નિર્દોષ, જ્ઞાતા-જ્ઞાન-શેયની કશી પ્રજ્ઞા વગરની, સભાનતા વિનાની, નિર્વિકલ્પ બની જાય તો, તેને પરમાત્માનાં વાસ્તવિક રૂપનો તાત્ત્વિક અને અસંદિગ્ધ તથા સુનિશ્ચિત સાક્ષાત્કાર થઈ જાય; પછી તો પેલી બધી વિકલ્પનાઓનો આપોઆપ વિલય થઈ જાય. પછી કોણ હું અને તું? કોણ આ અને તે? કોણ પોતે અને કોણ પરાયો ? - આવા સર્વ સંશયો અને વિકલ્પો નિર્વિકલ્પ સમાધિમાં તો ટકી જ ન શકે ! એનો તો એક જ અંજામ - સંપૂર્ણ વિલય ! (વિન્નયનં ૩૫/ષ્ઠત્ ).
સમગ્ર ચર્ચાનું તાત્પર્ય એટલું જ કે અસંપ્રજ્ઞાત-નિર્વિકલ્પ સમાધિમાં તો સાધકનું પરમાત્મા સાથેનું સાયુજય સંપૂર્ણ હોવાથી, સર્વ વિકલ્પો વિલીન થઈ જાય.
શ્લોકનો છંદ : માલિની (૩૫૫)
૩પ૬
शान्तो दान्तः परमपरतः शान्तियुक्तः समाधि कुर्वन्नित्यं कलयति यतिः स्वस्य सर्वात्मभावम् ।
૬૭૪ ) વિવેકપૂડામણિ