________________
જાય છે, પછી ક્યાં રહે પેલાં ત્રણ અનિષ્ટો, અવિદ્યા, કામ અને કર્મ ! આ અમનીભવન' એટલે જ નિર્વિકલ્પ સમાધિ’.
-
આ પહેલાં, શ્લોક-૩૪૩માં, ‘નિર્વિકલ્પ સમાધિ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં, સર્વ પ્રકારના વિકલ્પો-વિચારોથી રહિત એવી, સર્વોચ્ચ પ્રકારની, ‘નિર્વિકલ્પ’ સમાધિનું સ્વરૂપ સવિસ્તર સમજાવવામાં આવ્યું છે, તેથી અહીં તેની પુનરુક્તિ કરવાની જરૂર નથી : માત્ર એટલું જ યાદ રાખવાનું રહે છે કે અદ્રય આત્માના સાક્ષાત્કારનાં સાત્ત્વિક સામ્રાજ્યમાં શાતા-જ્ઞાન-શેય વચ્ચેની કોઈ સભાનતા ટકી શકતી નથી, એ ત્રણેય એવાં એકાકાર થઈ જાય છે, કે જેનાં પરિણામે અવિદ્યા-કામ-કર્મ કે સંશયવિકલ્પ-વિભ્રમ જેવાં કોઈ ‘ગ્રંથિ’-ઉત્પાદકોનું અસ્તિત્વ જ ન રહે !
‘હૃદય-ગ્રંથિ’ના નાશના આ મુદ્દાને, આચાર્યશ્રીએ, ‘મુંડક’-ઉપનિષદના આ મંત્રમાંથી જ, અહીં, અનૂદિત કર્યો છે :
भिद्यते हृदयग्रन्थिः छिद्यन्ते सर्वसंशयाः ।
ક્ષીયો ગ્રામ્ય માંગિ તસ્મિન્ દૃષ્ટ પાવરે ॥ ૨, ૨, ૮ ॥
(“પરાવર એટલે તે પરાત્પર પરબ્રહ્મનું તાત્ત્વિક દર્શન થાય કે તરત જ જીવાત્માનાં હૃદયમાંની અવિદ્યારૂપી ગાંઠનું ભેદન થઈ જાય છે, એના સર્વ સંશયોનું છેદન થઈ જાય છે અને એનાં સારાં-નરસાં સર્વ કર્મો નાશ પામે છે.”)
ઉપર્યુક્ત મંત્રમાંનું તસ્મિન્ દૃષ્ટ પાવરે એટલે આપણા આ શ્લોકમાંનું અદ્રેતાત્મ વર્શનમ્ – એ સામ્ય સ્પષ્ટ છે.
આધુનિક મનોવિજ્ઞાનમાં પણ આવી બે ગ્રંથિઓ નિરૂપવામાં આવી છે : (૧) ઉચ્ચતા-ગ્રંથિ (Superiority Complex) અને (૨) હીનતા-ગ્રંથિ (Inferiority Complex). આ બંને ગ્રંથિઓ એટલે, મનોવિજ્ઞાનીઓના મત પ્રમાણે, એવી મનોવ્યાધિઓ, જેમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી, તેનો ભોગ બનેલો માણસ સુખી ન થઈ શકે.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૫૪)
૩૫૫
त्वमहमिदमितीयं कल्पना बुद्धिदोषात् प्रभवति परमात्मन्यद्वये निर्विशेषे । प्रविलसति समाधावस्य सर्वो विकल्पो विलयनमुपगच्छेद् वस्तुतत्त्वावधृत्या ॥ ३५५॥
૬૭૨ / વિવેકચૂડામણિ