________________
ટિપ્પણ :
અજ્ઞાનને કારણે, હૃદયમાં ઉત્પન્ન થયેલી ગ્રંથિના નાશની વાત આ શ્લોકમાં કરવામાં આવી છે.
‘ગ્રંથિ' એટલે ગાંઠ. મનુષ્યનાં સંસારી જીવનમાં પણ, જરૂર પ્રમાણે, ગાંઠ બાંધવાના અને છોડવાના પ્રસંગો આવે છે અને તેમાં સામાન્ય રીતે ગાંઠને એવી રીતે બાંધવામાં આવે છે કે તેની જરૂર ન રહે ત્યારે, તેને છોડી પણ શકાય. પરંતુ કેટલીક વાર એવું પણ બને છે કે એક જ અથવા એકથી વધારે દોરીઓની ગાંઠ, ભૂલથી, એવી મજબૂત બાંધવામાં આવી હોય છે કે એને છોડી શકાય જ નહીં અને તેથી અંતે તે ગાંઠને કાપી નાખવી જ પડે !
પરંતુ આ તો થઈ કોઈ સ્થૂલ દોરી-દોરીઓની વાત, જેમાં ગાંઠ ન કપાય તો પણ કશી અસાધારણ હાનિ ન થાય. પરંતુ અહીં તો હૃદયમાં બંધાયેલી-સર્જાયેલી સૂક્ષ્મ ગાંઠની વાત છે; એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી તે ગાંઠનો નાશ ન થાય ત્યાં સુધી, મુમુક્ષુ સાધકની મોક્ષપ્રાપ્તિની કારકિર્દી સફળ જ ન થાય !
તો, સૌપ્રથમ, એ સમજી લઈએ કે આવી ગ્રંથિ હૃદયમાં ઉત્પન્ન જ કેવી રીતે અને ક્યાં કારણે થાય છે ? ગ્રંથિ-ઉત્પત્તિની પ્રક્રિયા ભાષ્યકારો સમજાવે છે તે પ્રમાણે આવી છે : સાધક પણ અંતે તો એક મનુષ્ય છે, એટલે તેની સાધનાના આરંભમાં માનવ-સહજ નિર્બળતાની ત્રણ દોરીઓ, તેનાં હૃદયમાં, આ પ્રમાણે, મજબૂત રીતે ગૂંચવાઈ ગઈ હોવાથી, એક સજ્જડ ગાંઠ બંધાઈ જાય છે ઃ (૧) અવિદ્યા, (૨) કામ અને (૩) કર્મ. આ ત્રણમાંથી અવિદ્યા અથવા અજ્ઞાન, એ તમોગુણનું કાર્ય હોવાથી, તે સાધકના આત્મા પર ‘આવરણ’ પાથરીને એને ઢાંકી દે, આવૃત કરે, આચ્છાદિત કરે; કામ એટલે કામના(વિકૃત ઇચ્છા)નું તો ‘કામ' (!) જ એ છે કે સાધકનાં હૃદયમાં તે વાસનાઓરૂપી ‘વિક્ષેપ' ઊભો કરે, એને વિક્ષુબ્ધ કરી નાખે; અને આ ‘વિક્ષેપ’ જ સાધકને પેલા કામ-પ્રેરિત કર્મો કરવા માટે ઉશ્કેરે, એને મજબૂર કરે અને કર્મોનાં બંધનમાં તેને જકડી દે.
શ્લોકમાં જે ‘હૃદયગ્રંથિ'ની વાત છે તે, અવિઘા-કામ-કર્મ એ ત્રણ સૂક્ષ્મ દોરીઓનાં ગૂંચવાડાથી સર્જાયેલી સજ્જડ ગાંઠ, જેને સરળતાપૂર્વક છોડવી અતિમુશ્કેલ હોવાથી એનું છેદન’(Cutting) અથવા ‘ભેદન’(Breaking) કરીને, તેનો સંપૂર્ણ નાશ જ કરવો પડે (નિ:શેષવિતય:).
=
અને આ ‘નિઃશેષ વિલય' માટેનું એક જ સાધન છે, - પ્ વ અદ્વિતીયક્ એવાં અદ્વૈત આત્મસ્વરૂપનું દર્શન, આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર. આત્માનાં આવાં વિશુદ્ધ સ્વરૂપમાં મનનું તો અસ્તિત્વ જ રહેતું નથી, મનનું ‘અ-મનીભવન’ જ થઈ
વિવેકચૂડામણિ / ૬૭૧