________________
દૃષ્ટાંતમાં. (૩૩૩) અનુવાદ :
જે મનુષ્ય) સત્યનાં (જ) નિરંતર ચિંતનમાં મગ્ન રહે છે તે, વિમુક્ત બનીને, હંમેશાં, આત્માનું મહત્ત્વ પામે છે; જ્યારે (એથી ઊલટું) જે (માણસ) મિથ્થાનાં (જ) અભિસંધાનમાં સતત રત રહે છે તે, નાશ પામે છે : અહીં જે કંઈ કહેવામાં આવ્યું છે) તે, આ હકીક્ત, ચોર-અચોરનાં (પૂર્વોક્ત) દષ્ટાંતમાં સ્પષ્ટ) જણાઈ આવે છે. (૩૩૩). ટિપ્પણ :
સત્યનાં જ નિરંતર ચિંતનમાં મગ્ન(સત્યમિરધાનત:) અને મિથ્યા'નાં જ સતત રટણમાં ઓતપ્રોત (fકપિધાનતઃ), એવા બે પરસ્પરવિરુદ્ધ વિચારવ્યવહારને અપનાવનાર માણસોને, પોતાનાં તે-તે વિચાર-વ્યવહારનાં અનુસરણ અને સેવન-ભાવનને અનુરૂપ, પ્રાપ્ત થતાં પરિણામનું પ્રતિપાદન, ગ્રંથકાર, આ શ્લોકમાં કરે છે અને તે બંને પરિણામોનું સમર્થન, આ પહેલાના શ્લોકમાં તેમણે પ્રયોજેલાં દૃષ્ટાંતમાં, મળે છે, તેમ જણાવે છે.
“સત્ય” શું ? બ્રહ્મ. “મિથ્યા ? જગત.
બ્રહ્મરૂપ સત્યનાં નિરંતર ચિંતનમાં જ રમમાણ એવો મનુષ્ય, વિમુક્ત થાય છે, એટલે કે જીવન્મુક્ત થાય છે, કારણ કે તે પોતાના દેહાવસાન પહેલાં, જીવન દરમિયાન જ, જીવતેજીવત (નવ) મુક્ત થાય છે. આવા સંનિષ્ઠ સાધકને એવું પરમ-સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે કે તેનો દેહ ટકે ત્યાંસુધી, સદા-સર્વદા (નિત્યમ), તે આત્મા સાથે સંબદ્ધ એવું મહત્ત્વ પામતો રહે છે. (માત્મીયં મહત્વે ૩પૈતિ )
હવે આથી તદ્દન વિરુદ્ધ એવું ચિત્ર જુઓ : જગત અને જગતના સર્વ માત્રદશ્ય' પ્રપંચરૂપ મિથ્થાનાં સતત રટણમાં જ રાચી રહેલો મનુષ્ય તો (7), અનેક અનર્થો અને અનિષ્ટોનો ભોગ બને છે, - એટલે કે અધોગતિ અને નાશનાં દુર્ભાગ્યનાં દુશ્ચક્રમાં સપડાય છે (નશ્યત).
કોઈક આશંકાકાર એવું પૂછે કે “તમે આ જે બે ચિત્રો નિરૂપ્યાં, તે તો ઠીક, પણ એની પ્રતીતિ ક્યાંય જોવા મળે છે ?” તો, ગ્રંથકાર, ગયા શ્લોકમાં પોતે પ્રયોજેલાં દાંત પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. આમ છતાં, પેલો આશંકાકાર તરત જ ગ્રંથકારનું એમ કહીને લક્ષ ખેંચશે કે “ત્યાં તો, ચોરનું દૃષ્ટાંત છે, પણ અચોરનું શું?' વાર્થમાં એની વાત સાચી છે, પણ ચોરની દુર્ગતિ પરથી અચોરની સદ્ગતિનું અનુમાન થઈ શકે : ચોરનાં દષ્ટાંતમાં જ, વ્યંગ્ય-અર્થમાં, અચોરનું દષ્ટાંત પણ રહેલું
૬૧૮ | વિવેકચૂડામણિ