________________
પામેલો, “મુક્ત' જ બની રહે છે : વિદે સ ર વતઃ | આનું કારણ એ છે કે તેનાં સઘળાં પ્રારબ્ધ કર્મો “ભુત” અથવા “ક્ષીણ થઈ ગયાં હોવાથી, તેનો દેહપાત માત્ર સાક્ષીભાવે જ થાય છે : તે તો કેવલ' હોય છે અને રહે છે, તેણે બહ્મનું કેવલત્વ' એટલે કે એકત્વ જાણીને તેને સંપૂર્ણરીતે આત્મસાત્ કરી લીધું હોય છે. આવું કૈવલ્ય-પદ એ જ પરમપદ, બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ. પછી તેના માટે પુનર્જન્મ કે સંસાર રહેતો જ નથી, ક્યાંય કશાય ભેદ કે દ્વૈત તેને દેખાતાં નથી, બ્રહ્મથી ભિન્ન એવું કશુંય, જરા પણ, ક્યાંય પણ, તેની દૃષ્ટિમાં જણાતું જ નથી : અભેદ-દર્શનની આ જ છે પરાકાષ્ઠા (Climax) !
આવી છે. બૌકનિષ્ઠ સાધકની આદર્શ અને ઉચ્ચતમ સ્થિતિ-ગતિ. પરંતુ સાધનાની કશીક ઉણપ કે અપૂર્ણતાને કારણે, જેને પોતાનાં જીવનમાં કે બ્રહ્માંડમાં, ક્યાંક, કશોક પણ ભેદ દેખાતો હોય (ય-િિવત મેરું પરત:), તેનું શું? તેની સ્થિતિ-ગતિ કેવી હોય ? - આ સવાલનો જવાબ, શ્લોકની બીજી પંક્તિમાં, માત્ર એક જ શબ્દમાં, છતાં સચોટ અને સંપૂર્ણતઃ નિઃશંક, આ રીતે, આપવામાં આવ્યો છે ઃ (તસ્ય) માં (પ્તિ) | તેના માટે ભય એટલે કે મૃત્યુ-પુનર્જન્મ-સંસાર વગેરેનો ભય નિશ્ચિત બને છે. શ્રુતિનું મહાવાક્ય કહે છે કે – સર્વ વતુ દ્રાં ! (“આ બધું, ખરેખર, બ્રહ્મ જ છે?). સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ છે, તે માત્ર બ્રહ્મ જ હોય, તો પછી અહીં સર્વત્ર બીજું કશું તો હોઈ શકે જ નહીં અને તો પછી, બ્રહ્મથી ભિન્ન બીજું શું ? ભેદ ક્યાં, ક્યો, શો ? અભેદદષ્ટિમાં કશીક કચાશ રહી ગઈ હોય, તો જ ક્યાંક, થોડો પણ ભેદ જોવાની શક્યતા રહે.
અને આવી વ્યક્તિ માટેના ભયની વાત કોઈ સામાન્ય શાસ્ત્ર, પુરાણ કે પુસ્તક કહેતું નથી. આવું કહે છે સદા અને સ્વત પ્રમાણભૂત એવો સ્વયં યજુર્વેદ, જેના બે વિભાગો આ પ્રમાણે છે : (૧) શુક્લ યજુર્વેદ અને (ર) કૃષ્ણ-યજુર્વેદ. - યજુર્વેદનાં જે શ્રુતિ વચનોનો સંદર્ભ અહીં ટાંકવામાં આવ્યો છે તે, એ જ વેદની આ બે ઉપનિષદોમાંથી છે :
(૧) બૃહદારણ્યક ઉપનિષદ : દિતીયાદ્વૈ પર્વ પતિ . (૧, ૪, ૨)
અહીં, આ દિતીય એટલે, વન, પક્ષ અને તિય એવા બ્રહથી કશુંક જૂદું, ભિન્ન, મેદવાળું. આવા ભેદનું દર્શન, ભેદ-દષ્ટિ જ, મૃત્યુનો ભય ઊભો કરે છે.
(ર) તૈત્તિરીય-ઉપનિષદ:
यदा हि एव एषः एतस्मिन् उदरं अन्तरं कुरुते, अथ तस्य भयं भवति । (૨, ૭) (‘જ્યારે અજ્ઞાનદશામાં, આ અજ્ઞાની, આ બ્રહ્મમાં જ અલ્પ પણ ભેદફર્મા - ૩૯ - વિવેકચૂડામણિ / ૬૦૯