________________
ક્યાંય પણ; બેટું પર્યત: - ભેદ જોનારને, જે ભેદ જુએ છે, તેના વિષે શ્રુતિ શું કહે છે? તજી કૃત્યો: મય (પ્તિ તિ) - તેને (મરણનો) ભય હોય છે, એમ કહે છે.
' નીવતઃ - (નીવું એ ધાતુનાં વર્તમાનકૃદંત - નવ-નું ષષ્ઠી-વિભક્તિ એકવચનનું રૂપ), - યસ્થ - શબ્દનું વિશેષણ; એ જ રીતે, પથતિ: - (શ(૫) એ ધાતુનાં વર્તમાનકૃદંત - પશ્ય-નું પઠીવિભક્તિ એકવચનનું રૂપ), મનુષ્યસ્થનું વિશેષણ.
નૂતે-જૂ એ ધાતુનું વર્તમાનકાળ, ત્રીજો પુરુષ એકવચનનું રૂપ; અને આ ક્રિયાપદનો કર્તા છે, - ગુડ-કૃતિ:. (૩૩૦) અનુવાદ :
જીવન-સમય દરમિયાન જ જેને કૈવલ્યપદ મળી ગયું હોય, તે દેહત્યાગ પછી મુક્ત જ છે; (એથી ઊલટુ), જે ક્યાંય પણ, કશો પણ ભેદ જુએ છે, તેને (મરણનો)
ભય (ર) છે, એમ યજુર્વેદની કૃતિ કહે છે. (૩૩૦) ટિપ્પણ :
આ પહેલાં, શ્લોક-૩૧૮માં, જેનો થોડો પૂર્વપરિચય, ગ્રંથકારે, આપ્યો છે, તે “જીવન્મુક્તિ'નું અહીં વિશેષ વિવરણ કરવામાં આવ્યું છે.
શ્લોક-૩૧૮માં તો માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે વાસનાના સંપૂર્ણ નાશનાં પરિણામ પ્રાપ્ત થતાં મોક્ષને જ જીવન્મુક્તિ' કહેવામાં આવે છે ?
वासनाप्रक्षयो मोक्षः सा जीवन्मुक्तिरुच्यते ।
જીવન્મુક્તિની આ વ્યાખ્યાનો મર્મ એ છે કે જે સંનિષ્ઠ (Sincere) અને સમર્પિત (Dedicated) સાધકે પોતાનાં જીવન દરમિયાન જ, એટલે કે નિયત સમયે થતા દેહાવસાન પહેલાં જ, સંસારી જીવનની સર્વ વાસનાઓનો આત્યંતિક વિનાશ કરી નાખ્યો હોય, તેના માટે, પછી, નથી રહેતાં કશાં કર્મ કે કર્મફળનાં બંધન, નથી રહેતો વિષયચિંતનનો કશો વિક્ષેપ, નથી રહેતો વારંવાર થતાં મૃત્યુનો કે પુનર્જન્મનો કશો ભય.
આવી જીવન્મુક્તિને, અહીં, આ શ્લોકમાં, કેવલ્ય” એવી સંજ્ઞા આપવામાં આવી છે. આ સંદર્ભમાં, કોઈકને, સવાલ એ ઊભો થાય કે આવો કૈવલ્યપદપ્રાપ્ત સાધક “વિદેહ થાય, એટલે કે તે દેહત્યાગ કરે ત્યારે અને ત્યારપછીની એની ગતિ કેવી હોય છે? આ સવાલનો અહીં અસંદિગ્ધ ઉત્તર આપવામાં આવ્યો છે કે ત્યારે પણ તે તો કેવલ” જ હોય છે, એટલે કે તે કૈવલ્યમુક્તિ અથવા વિદેહમુક્તિ જ
૬૦૮ | વિવેકચૂડામણિ