________________
श्रुतिः स्वयं ब्रूते, तत् प्रत्यगात्मा सद्-असद्-विलक्षणः अस्ति ॥ २९५ ॥ | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : “માં” – ૮-અર્થ (માત્મા) હુ નિત્ય “માં”મારિ-સાક્ષી (૨ પ્તિ) | - બીજી વાર પ્રયોજાયેલા “દ” શબ્દનો અર્થ, અહીં, “અહંકાર છે; જ્યારે પ્રથમ વાર પ્રયોજાયેલા “”પૂર્વ-અર્થ” શબ્દનો અર્થ, “અહ”એ પદના સાચા અર્થરૂપ, – “આત્મા” છે; કારણ કે તે “નિત્ય છે અને સુષુપ્તિમાં પણ તેનું અસ્તિત્વ (માવો જોવામાં આવે છે (રાત). વળી, આ મહંપવાર્થ, એટલે કે “અહ”-એ પદના તત્ત્વાર્થ-રૂપ આત્મા, “અહંકાર”વગેરેનો સાક્ષી (મહં-માહિ-સાક્ષી મતિ ) છે. “આ આત્મા અજ (એટલે કે અજન્મા, જન્મરહિત) અને નિત્ય છે, એમ શ્રુતિ પોતે કહે છે – (૩મન: નિત્ય રૂતિ કુતિઃ સ્વયં ઝૂરે અને આ જ આત્મા વ્યક્તિગત આત્મા(તનું પ્રત્યકIભા)રૂપે અંતરમાં વસે છે તથા તે સત્ અને અસત્ બંનેથી વિલક્ષણ છે, ભિન્ન છે (૬અણદુ-વિનક્ષણ ગતિ ). (૨૫)
અનુવાદઃ “અહં' શબ્દના તત્ત્વાર્થ-રૂપ આત્મા તો નિત્ય છે અને અહંકાર' વગેરેનો સાક્ષી છે, કારણ કે સુષુપ્તિમાં પણ તેનું અસ્તિત્વ હોય છે, એમ જોવામાં આવે છે. વળી, આ આત્મા અજ અને નિત્ય છે, એમ શ્રુતિ પોતે કહે છે. અને, આ જ આત્મા વ્યક્તિગત-આત્મારૂપે અંતરમાં વસે છે અને તે સદ્ અને અસદ્ બંનેથી ભિન્ન છે. (૨૯૫).
ટિપ્પણ: ગયા શ્લોકનાં ટિપ્પણને અંતે, જે સ્પષ્ટતા ઊમેરવામાં આવી છે, તેનું સમર્થન(confirmation) આ શ્લોકમાં મળી રહે છે : અહીં મર્દ-શબ્દ બે વાર પ્રયોજાયો છે, પરંતુ મર્દ એટલે “હું” એવાં સર્વનામ(Pronoun)ને લક્ષમાં રાખીએ, એટલે તે તરત જ સ્પષ્ટ થઈ જાય છે કે પ્રથમ વાર પ્રયોજાયેલા હિં– એટલે કે “અહંકાર' શબ્દનો તત્ત્વાર્થ એટલે “આત્મા', અને આ “આત્મા' તો બીજી વાર પ્રયોજાયેલા અહં—એટલે “અહંકાર' વગેરેનો સાક્ષી છે. આનું કારણ એ છે કે સુષુપ્તિ એટલે કશા પણ અનુભવ વિનાની અવસ્થા, અને છતાં આવી અવસ્થામાં પણ આ “આત્મા’નું અસ્તિત્વ સ્પષ્ટ જોવા-જાણવામાં સમાવદર્શના) આવે છે. “આત્મા’નાં આવાં સ્વરૂપ વિશેની વિશિષ્ટતાનું પ્રમાણ આપણને કઠોપનિષદનાં આ શ્રુતિવચનમાં મળી રહે છે : –
મનો નિત્યઃ શાશ્વતોડ્ય પુરાણ | ૨, ૧૮ | (“આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાણ છે.”)
અને આ જ શ્રુતિ-મંત્રને ગીતામાં (૨,૨૦) પણ અક્ષરશઃ અવતારવામાં આવ્યો છે. આનો તાત્પર્યાર્થિ એ છે કે “અહ' શબ્દના સાચા અર્થરૂપ, તત્ત્વાર્થ-રૂપ, આ
પ૩૮ | વિવેકચૂડામણિ