________________
નાશ, એટલે કે “મન'નું “અ-મન' બની જવું, અને (૨) બહારના પદાર્થોમાં પરિભ્રમણ કરતી ચિત્તવૃત્તિઓનો ક્ષય.
શ્લોકનો છંદ : અનુરુપ (૨૭૮)
૨૭૯ तमो द्वाभ्यां, रजः सत्त्वात्, सत्त्वं शुद्धेन नश्यति ।
तस्मात् सत्त्वमवष्टभ्य स्वाध्यासापनयं कुरु ॥ २७९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
તમો દ્વાભ્યાં, રજઃ સન્ધાતુ, સર્વ શુદ્ધન નશ્યતિ | તસ્મા સત્ત્વમવિષ્ટભ્ય સ્વાધ્યાસાપનાં કુરુ ૨૭૯ છે.
શ્લોકનો ગદ્ય અન્વય : (સર્વ-રોગ્ય) દામ્ય તમાં નતિ, સાત્ ઃ नश्यति, शुद्धेन (आत्मज्ञानेन च) सत्त्वं नश्यति, तस्मात् (शुद्ध) सत्त्वं अवष्टभ्य સ્વ-અધ્યારૂ–પયે શું ર૭૬ છે.
શબ્દાર્થ : પ્રથમ પંક્તિમાં ત્રણ નાનાં-નાનાં વાક્યો છે, જે સહેલાં છે : (સત્ત્વગુણ અને રજોગુણ આ) બે વડે તમોગુણ નાશ પામે છે, સત્ત્વગુણ વડે રજોગુણ નાશ પામે છે અને શુદ્ધ આત્મજ્ઞાન વડે સત્ત્વગુણ નાશ પામે છે. તમાત - તેથી, તે કારણે, માટે. તેથી સાધકે શું કરવાનું ? પોતાના અધ્યાસનો નિષેધ કરવાનો (સ્વ-અધ્યાસ-માનયે સુ . પરંતુ આ નિષેધ કેવી રીતે કરવાનો છે? – શુદ્ધ સત્ત્વ મવEખ્ય | વછુખ્ય (સવ+સ્તમ્ - આધાર લેવો, એ ધાતુનું સંબંધક-ભૂતકૃદંતનું રૂ૫) આધાર લઈને, અવલંબન કરીને શુદ્ધ સત્ત્વગુણ (એટલે કે આત્મજ્ઞાન)નો આધાર લઈને, એના આધારે-આશ્રયે. (૨૭૯)
અનુવાદઃ (સત્ત્વગુણ-રજોગુણ આ) બે વડે તમોગુણ, સત્ત્વગુણ વડે રજોગુણ અને શુદ્ધ આત્મજ્ઞાન)વડે, સત્ત્વગુણ નાશ પામે છે, માટે શુદ્ધ (આત્મજ્ઞાનરૂપી) સત્ત્વગુણનો આધાર લઈને, તું પોતાના અધ્યાસને દૂર કર. (૨૭૯)
- ટિપ્પણે : સાંખ્ય-દર્શન-પ્રબોધિત પ્રકૃતિના ત્રણ ગુણો, – સત્વ, રજસુ અને તસમુ, –ના સ્વભાવ-ગત પ્રભાવથી પર થઈ જવાનો, એટલે “ત્રિગુણાતીત' અથવા “ગુણાતીત થઈ જવાનો, અનુરોધ, ગીતાના ૧૪મા અધ્યાયમાં કરવામાં આવ્યો છે, – ... गुणान् एतान् अतीत्य त्रीन् देही देहसमुद्भवान् ।
જન્મમૃત્યુનરાહુર્વિમુકૃતમાને છે ૧૪, ૨૦ || (“દેહનાં કારણરૂપ એવા આ ત્રણ ગુણોને ઓળંગીને, જીવાત્મા, જન્મમૃત્યુ તથા વૃદ્ધાવસ્થાનાં દુઃખોથી મુક્ત થઈને મોક્ષ પામે છે.”). અહીં પણ વાત તો એ જ છે, પરંતુ અહીં વીગત છે, તે એટલી જ કે આ
વિવેકચૂડામણિ | પ૧૩ ફર્મા - ૩૩