________________
૨૭૭ यथा यथा प्रत्यगवस्थितं मनः
तथा तथा मुंचति बाह्यवासनाः । निःशेषमोक्षे सति वासनाना
-માત્માનુભૂતિઃ પ્રતિવશ્વશૂન્યા છે ર૭૭ . શ્લોકનો ગુજરાતી પાઠ :
યથા યથા પ્રત્યગવસ્થિત મનઃ
તથા તથા મુંચતિ બાહ્યવાસનાઃ નિઃશેષમોક્ષે સતિ વાસનાના
-માત્માનુભૂતિઃ પ્રતિબન્ધશૂન્યા | ૨૭૭ . શ્લોકનો ગદ્ય અન્વય : યથા યથા (સાંધવચ્ચે) મન: પ્રત્ય-અવસ્થિત (મતિ), તથા તથા (સ:) વહિવાસના: મુંતિ | વાસનાનાં નિ:શેષમોક્ષે તિ, માત્માનુભૂતિઃ પ્રતિવશ્વશૂન્યા (ગાયત) || ર૭૭ ||
શબ્દાર્થ : યથા યથા (સાધવ) મન: પ્રત્ય-અવસ્થિત (મતિ), તથા તથા (૩) વાાિવાસના. મુંતિ ! “જેમ જેમ' (યથા યથા) અને તેમ તેમ (તથા તથા) જેવા શબ્દોને પ્રયોજીને, બે પ્રક્રિયાઓને, એક પછી એક, એમ વારાફરતી, થતી, અહીં, આ વાક્યમાં, નિરૂપવામાં આવી છે : (૧) જેમ જેમ, મનઃ એટલે અંતઃકરણ; પ્રત્ય-અવસ્થિતં (પતિ); અંતરાત્મામાં સારી રીતે સ્થિર થતું જાય; તેમ તેમ, (૨) લ: સાધર વહાવાના મુંતિ વઢવાલના - એટલે બાહ્ય વસ્તુઓ-પદાર્થોની વાસનાઓ; મુંત્તિ - એટલે ત્યજે છે, છોડે છે.
ત્યારપછીનું નિશ્ચયાત્મક અને પરિણામ-સૂચક વાક્ય આ પ્રમાણે છે : માત્માનુભૂતિઃ પ્રતિવશ્વશૂન્યા (નાય) | શૂન્ય - એટલે રહિત, વિનાની, વગરની. આત્માની અનુભૂતિ પ્રતિબન્ધ-રહિત બની જાય છે. આવું પરિણામ ક્યારે આવે છે? વાસનાનાં નિઃશેષમોક્ષે સતિ | - આ પણ સમય દર્શાવતું “સતિ-સપ્તમી'પ્રકારનું વાક્ય છે. વિશેષ - એટલે જરા પણ શેષ ન રહે, એવું સંપૂર્ણ; મોક્ષ એટલે વાસનાઓનું) છૂટી જવું, એનો નાશ થઈ જવો. વાસનાઓનો પૂરેપૂરો નાશ થાય ત્યારે, આત્માની અનુભૂતિમાં કશો,-કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ રહેતો નથી. (૨૭૭)
અનુવાદ : જેમ જેમ (સાધકનું) અંતઃકરણ અંતરાત્મામાં સારી રીતે સ્થિર થતું જાય છે, તેમ તેમ તે (સાધક) બાહ્યપદાર્થોની વાસનાઓનો ત્યાગ કરતો જાય છે. વાસનાઓનો સંપૂર્ણ નાશ થાય ત્યારે, આત્માની અનુભૂતિ પ્રતિબંધ વિનાની બની જાય છે. (૨૭૭)
૫૧૦ | વિવેકચૂડામણિ