________________
(ત) | (તસ્મત) નિત્ય-નાત્મનિષ્ઠયા તેષાં (મનાત્મ-વાસના-નાસ્તાન) નાગે (ત્તિ), (માત્મવાસના) સ્વયે ખુય પતિ છે ર૭૬ / .
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : ગાત્મવાસના તિરોમૂતા (તિ) માત્મવાસના – એટલે આત્માની, આત્માનાં મૂળભૂત-યથાર્થ-સમ્યફ સ્વરૂપની વાસના-ઇચ્છા-પ્રતીતિ; વિમૂતા (પ્તિ) એટલે ઢંકાઈ ગઈ છે; દેખાતી બંધ થઈ ગઈ છે; આવૃત બની ગઈ છે. આ આત્મવાસના શાના વડે ઢંકાઈ ગઈ છે ? મનાત્મ-વાસના-નાઃ | નાત - એટલે જાળું (Net, Web, Snare); અનાત્માની વાસનાઓનાં જાળાં વડે. તો પછી, આ જાળાંને દૂર કરવા માટે શું કરવું જોઈએ, જેથી તમ્મન્ - આત્મવાસના પોતાની મેળે, આપોઆપ (સ્વ) સ્પષ્ટપણે (૩) પ્રગટ થાય, પ્રતીત થાય, દૃષ્ટિગોચર બની જાય (પતિ)? નિત્ય-નાત્મનિષ્ઠયા તેષાં (અનાત્મવાસના-નાતાન) નાણે સતિ | આ વાક્યપ્રયોગ “સતિ-સપ્તમી'નો છે, જે, આત્મવાસનાના પ્રગટ થવાનો સમય સૂચવે છે; સતત, નિત્યનિરંતર આત્મામાં નિષ્ઠા કરવાથી, સ્થિતિ કરવાથી, ત્યાં સ્થિત રહેવાથી, અનાત્માની વાસનાઓનાં પેલાં જાળાંઓનો નાશ થતાં, નાશ થાય ત્યારે. (ર૭૬)
અનુવાદ : અનાત્માની વાસનાઓનાં જાળાં વડે આત્માની વાસના ઢંકાઈ ગઈ છે; તેથી સતત આત્મનિષ્ઠા વડે પેલાં(જાળાંઓનો નાશ થતાં, આત્મવાસના) આપોઆપ સ્પષ્ટપણે દષ્ટિગોચર બની જાય છે. (૨૭૬)
ટિપ્પણ : આત્મવાસના એટલે મુમુક્ષા, મોક્ષપ્રાપ્તિની ઇચ્છા, આત્મસાક્ષાત્કારની પવિત્ર-સાત્ત્વિક સવૃત્તિ. આવી સવૃત્તિ સરેરાશ સજ્જન(Average good man)નાં અંતઃકરણમાં તો સ્વાભાવિક રીતે હોય જ છે; પરંતુ આ પહેલાંના શ્લોકમાં જણાવાયું હતું તે પ્રમાણે, માનવ-સહજ નિર્બળતાને કારણે, આત્મામાં અધ્યારોપિત શરીર-ઇન્દ્રિયો-વિષયો પ્રત્યેની આસક્તિનાં જાળાં વડે, મનુષ્યની અંદર રહેલી પેલી મુમુક્ષા, આત્માનાં સાચાં સ્વરૂપની પ્રતીતિ, સદ્ધાસના, ઢંકાઈ જાય છે, – પેલાં જાળાંનાં ઘનિષ્ઠ પડો-થરોને કારણે, – દેખાતી બંધ થઈ જાય છે (તિરોહિતા); પરંતુ આથી સાધકે નિરાશ થવાની જરૂર નથી, આ તો માત્ર એક મર્યાદિત સમયની ઘટના (Temporary phase) છે. આવશ્યક્તા છે. ફક્ત નિત્યનિરંતર આત્મનિષ્ઠાનાં આત્મચિંતનના સાતત્યનીઃ આત્માની ભીતર અવિરત સ્થિત રહેવાનો જાદુ (Miracle) જ એવો છે કે વિષયવાસનાઓનાં પેલાં અનાત્મજાળાં, સાધકને ખ્યાલ પણ ન રહે એવી ઝડપથી, ક્યાંય ફંગોળાઈ જાય; અને જેવું આ આવરણ દૂર થાય (તેષાં નાણે તિ), તેવી જ સાધકની પેલી ભીતર સત્ત્વશીલ આત્મવાસનાની સઘન અનુભૂતિ, આપોઆપ (4) સ્પષ્ટ રીતે (ય) આવિર્ભત થઈ જાય છે (પતિ).
શ્લોકનો છંદ : અનુપુપ (૨૭૬)
વિવેકચૂડામણિ | ૫૦૯