________________
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : પરમાત્મવાસના વનધિવત્ છુટું પ્રતીયતે | પરમાત્મા-પ્રાપ્તિની સાત્ત્વિક-સ્વાભાવિક વાસના, ઇચ્છા, ચન્દનની સુગંધની જેમ સ્પષ્ટ પ્રતીત થાય છે, પ્રગટ થાય છે. ક્યારે, કેવી રીતે, પ્રગટ થાય છે? પ્રજ્ઞાતિ-સંપર્વત: વિશુદ્ધ | ઉત્કૃષ્ટ આત્મજ્ઞાનના સંઘર્ષથી જ્યારે વિશુદ્ધ બને છે ત્યારે. આ પરમાત્મા અંગેની ઇચ્છા, પહેલાં, કેમ સ્પષ્ટ પ્રગટ થતી ન્હોતી ? કારણ કે તે પ્રાશ્રિત-અનન્ત-દુરસ્ત-વાસના-ધૂની-વિતિ હતી : મત: - એટલે અંતઃકરણમાં, અંદર, ભીતર; રત-વાસના-ધૂની-વિનિના | મુશ્કેલીથી ટળે એવી અનેક-અનંત પ્રકારની ખરાબ વાસનાઓ-રૂપી ધૂળથી લેપાઈ ગયેલી, દટાઈ ગયેલી હતી. અને પરમાત્મા તો એમાં જ વસતા હતા !
પરમાત્માની પ્રાપ્તિ વિશેની આ વાસના અંગેની આ સમગ્ર પ્રક્રિયા કોના જેવી છે ? -આદિ-સંપવશત પ્રવૃત- ૫-ધૂતા-મ-દ્દિવ્ય-વાસના જેવી, જળ અને કીચડ વગેરેના સંપર્કને લીધે ઉત્પન્ન થયેલી દુર્ગન્ધને કારણે દબાઈ ગયેલ, દટાઈ ગયેલી અગરુ-ચંદનની મીઠી સુવાસ જેવી. આની સ્વાભાવિક સુગંધ
ક્યારે પ્રકટ થાય છે ? આ સુગંધ સારી રીતે, ક્યારે આવવા લાગે છે? (સ વિભાતિ) ? સંપર્વન વ વાઘે વિધૂથમાને સતિ ! – આ વાક્યપ્રયોગ, સમય સૂચવતો, “સતિ સપ્તમી – પ્રકારનો છે : ચંદન–સુખડને સારી રીતે ઘસવામાં આવે અને પેલી બહારની દુર્ગધને દૂર કરવામાં આવે ત્યારે.
આ બંને શ્લોકોમાં, પરમાત્મા-વાસનાની, યથા-વ અને તથા-પર્વ એવા, તુલના-સૂચક અધ્યાહાર્ય-શબ્દો વડે, અગર-દિવ્ય-વાસના સાથે સરખામણી કરવામાં આવી છે. (૨૭૪-૨૭૫).
અનુવાદ ઃ (જવી રીતે), જળ અને કાદવ વગેરેના સંપર્કને લીધે દુર્ગન્ધ ઉત્પન્ન થાય છે તેથી અગરુ-ચંદનની મધુર સુવાસ દબાઈ જાય છે, પરંતુ (અગચંદનને) સારી રીતે ઘસીને જ્યારે ઉપરની દુર્ગધને દૂર કરવામાં આવે છે ત્યારે, (અગરુની મૂળભૂત) સ્વાભાવિક સુગંધ સારી રીતે અભિવ્યક્ત થવા માંડે છે, (તેવી જ રીતે) અંતઃકરણની અંદર અનેક પ્રકારની, મુશ્કેલીથી ટળે એવી અનંત દુર્વાસનાઓ-રૂપી ધૂળથી પરમાત્માની પ્રાપ્તિ માટેની સ્વાભાવિક વાસના ઢંકાઈ જાય છે, પણ તેને જ્યારે ઉત્કૃષ્ટ આત્મજ્ઞાનનાં સતત ઘર્ષણ વડે વિશુદ્ધ બનાવવામાં આવે ત્યારે, તે (પરમાત્મા-વાસના) ચંદનની સુગંધની જેમ સ્પષ્ટ-સ્વરૂપે પ્રગટ થાય છે. (૨૭૪-૭૫).
ટિપ્પણ : કોઈ જળાશયમાં સુખડ-ચંદનનાં લાકડાં લાંબા સમય સુધી તણાતાં કે ડબલાં રહે તો. તેના પર વરસાદનાં ગંદા પાણી અને એમાંનાં કાદવ-કીચડના થર જામી જાય અને આ સંપર્કનાં પરિણામે અગરુ-ચંદનની સુમધુર અને પવિત્ર સુવાસ દબાઈ જાય છે. પણ અનુભવી અને જાણકાર માણસને ખ્યાલ હોય છે કે
વિવેકચૂડામણિ | ૫૦૭