________________
સત્-ચિદ્-આનંદ-સ્વરૂપ છે, જે અનંત અને અવ્યય છે, – આવું જે બ્રહ્મ છે, ‘તે બ્રહ્મ જ તું છે', એવી તું તારા અંતઃકરણમાં ભાવના કર. (૨૬૪)
ટિપ્પણ : આ શ્લોકમાં પણ સાતેય વિશેષણો, પ્રમાણમાં, સરળ છે, અને તે સહુને, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં, તે અંગેની સર્વ વીગતો સાથે, સવિસ્તર, સમજાવવામાં આવ્યાં છે, તેથી હવે, ટિપ્પણમાં, કશું ઊમેરવાનું રહેતું નથી.
શ્લોક-૨૫૨થી શરૂ કરવામાં આવેલા ‘બ્રહ્મભાવન’ના મુદ્દાનું નિરૂપણ, અહીં પૂરું થાય છે. આ ૧૩ શ્લોકોમાં સમાવિષ્ટ બ્રહ્મનાં સ્વરૂપલક્ષણ પર, એકંદરે, ઉપસંહાર-રૂપે, દૃિષ્ટિપાત કરતાં, એક હકીકતની પ્રતીતિ થાય છે કે બ્રહ્મસ્વરૂપનાં આ નિરૂપણમાં, ઉપનિષદો અને ગીતામાંની એતદ્વિષયક પ્રસ્તુત સામગ્રીને ગ્રંથકારે સમાવી લીધી છે. સાહિત્યવિવેચનના સિદ્ધાંત અનુસાર, એકની એક વાત, વારંવાર, ફરી ફરીને, કર્યા કરવી, તેને ‘પુનરુક્તિ’ નામનો ‘દોષ' કહેવામાં આવે છે, પરંતુ અહીં તો ગુરુ દ્વારા શિષ્યને જ્ઞાન-વિતરણ (Imparting knowledge). કરવાની વાત છે, એટલે બ્રહ્મસ્વરૂપ જેવો મહત્ત્વનો વિષય, શિષ્યનાં ચિત્તમાં સંપૂર્ણરીતે ઇસી જાય, એ શુભ-ઉદ્દેશ જ ગુરુજીને અભિમત હોય. આ દૃષ્ટિએ જોતાં, આ સર્વ શ્લોકોમાં, એકની એક ધ્રુવપંક્તિની પુનરુક્તિ, ગુરુજીના ઉદ્દેશ માટે કાર્યસાધક બની રહેતી હોવાથી, ‘દોષ’ને બદલે ‘ગુણ’રૂપ બની રહે છે, એટલું અવશ્ય નોંધવું જોઈએ.
શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૬૪)
૨૬૫
उक्तमर्थमिममात्मनि स्वयं
भावय प्रथितयुक्तिभिर्धिया ।
संशयादिरहितं कराम्बुवत्
तेन तत्त्वनिगमो भविष्यति ॥ २६५ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
ઉક્તમર્થમિમમાત્મનિ સ્વયં
ભાવય પ્રથિતયુક્તિભિધિયા । સંશયાદિરહિત કરામ્બુવત્
તેન તત્ત્વનિગમો ભવિષ્યતિ ॥ ૨૬૫ ||
શ્લોકનો ગદ્ય અન્વય : સ્તં રૂમ અર્થ પ્રથિતયુત્તિમિ: સ્વયં પિયા આત્મનિ भावय, तेन कराम्बुवत् तत्त्वनिगमः संशयादिरहितं भविष्यति ॥ २६५ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : ń મં અર્થ સ્વયં આત્મનિ માવય । તું પોતે તારાં પોતાનાં અંતઃકરણમાં, ભાવન કર, વિચાર કર, ચિંતન-મનન કર. શાનું ભાવન કરવાનું છે? 3 રૂક્ષ્મ અર્થમ્ । ઉપર્યુક્ત આ અર્થનું, ઉપર જણાવેલા ૪૯૨ / વિવેકચૂડામણિ