________________
જ, જરા જૂદી રીતે, અહીં આ શ્લોકમાં, વિસ્તાર કરવામાં આવ્યો છે.
આ પહેલાંનાં પ્રતિપાદનમાં, શબ્દનાં “શોધન’ની એટલે કે લક્ષ્યાર્થની મદદ લેવામાં આવી હતી. અહીં, એવો મુદ્દો ઉપસાવવામાં આવ્યો છે કે બંને વચ્ચેના વિરોધના પાયામાં, એ બંનેની સાથે સંકળાયેલી કલ્પિતમાત્ર એવી ઉપાધિ જ રહેલી છે, એટલું જ નહીં પરંતુ આ ઉપાધિ એવી છે કે વાસ્તવિક દષ્ટિએ એનું કશું અસ્તિત્વ જ નથી. હકીકતમાં, એ તો કોઈક કપોલ-કલ્પનાનું જ પરિણામ છે. સાધક જો થોડો અ-સાવધ હોય તો, તેનાં મનમાં એવો સવાલ ઊઠે કે ઈશ્વર અને જીવ, એ બંનેની સાથે સંકળાયેલી ઉપાધિઓ શી અને કઈ છે ? આવા સંભવિત સવાલનો, ટૂંકો છતાં તત્ત્વસંપન્ન, જવાબ, ગુરુજીએ અહીં આપ્યો છે. પરબ્રહ્મનું મૂળભૂત સ્વરૂપ તો, સચિત-આનંદનું છે, શુદ્ધ-બુદ્ધ, નિર્લેપ-નિરાકાર અને નામરૂપ-રંગરહિત છે, પરંતુ જ્યારે તે સૃષ્ટિ રચે છે ત્યારે, સાંખ્યદર્શન-પ્રબોધિત ‘મહતું’ વગેરેની કારણસ્વરૂપ “માયા'-શક્તિનો તે આશ્રય (અથવા આધાર) લે છે. સુષ્ટિસર્જન સમયની આ માયા એ જ છે, ઈશ્વરની ઉપાધિ ! - તે જ રીતે, પંચકોશનાં કાર્યસ્વરૂપ પિંડ જેવો આ દેહ, જેની સાથેનાં તાદાભ્યને કારણે, માણસ એવી ભ્રમણામાં પડી જાય છે કે “હું (બ્રહ્મ નથી, પરંતુ) દેહ જ છું, બસ, પંચકોશનાં કાર્યરૂપ આ દેહ, – એ જ છે, જીવની ઉપાધિ ! * આવી બંને “ઉપાધિઓ સમજાવ્યા પછી, ગુરુજી લાલ-રંગથી અધોરેખાંકિત (Underline) કરીને, શિષ્યનું ધ્યાન ખેંચતાં ચોખવટ કરે છે કે, “પરંતુ યાદ રાખજે કે આ ઉપાધિ નથી સત્ય કે નથી વાસ્તવિક ! વસ્તુતઃ, એનું ક્યાંય, કશુંય અસ્તિત્વ જ નથી !' (ષ ઉપાધ: જે થિ વાસ્તવઃ તિ ). અંગ્રેજી ભાષાનાં પેલાં “રૂઢિપ્રયોગ (Idiom)માં કહ્યું છે તેમ, એ તો માત્ર કોઈક હવાઈ Becal g 9 ! (Building a castle in the air !)
શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૪૫).
૨૪૬ एतावुपाधी परजीवयोस्तयोः
सम्यनिरासे न परो न जीवः । राज्यं नरेन्द्रस्य भटस्य खेटकः
તોરપદે ન મરો ન રબા | ૨૪૬ શ્લોકનો ગુજરાતી પાઠ :
એતાવુપાધી પરજીવયોસ્તયોઃ
સમ્યુનિરાસે ન પરો ન જીવઃ | રાજ્ય નરેન્દ્રસ્ય ભટસ્ય ખેટકઃ તયોરપોહે ન ભટો ન રાજા | ૨૪૬ છે.
વિવેકચૂડામણિ | ૪૫૭