________________
मया ततं इदं सर्वं जगद् अव्यक्तमूर्तिना । मत्स्थानि सर्वभूतानि न च अहं तेषु अवस्थितः ॥ न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् । भूतभृत् न च भूतस्थो मम आत्मा भूतभावनः ॥ ९,४-५ ॥ ગ્રંથમાનાં, આ શ્લોકમાંનાં આચાર્યશ્રીનાં વિધાનો, ગીતાનાં આ બે શ્લોકો પર આધારિત છે, તે સ્પષ્ટ છે. પરંતુ સામાન્ય વાચક માટે મુશ્કેલી એ છે કે મૂળ ગીતામાં જ ભગવાનનાં પોતાનાં જ બે વાક્યો વચ્ચે પૂરેપૂરો પરસ્પર-વિરોધ છે : માનિ સર્વભૂતાનિ । (શ્લોક-૪)
અને ન ચ મત્સ્યાનિ ભૂતાનિ । (શ્લોક-૫)
બધાં ભૂતો (પ્રાણીઓ વગેરે) ભગવાનમાં રહેતાં-રહેલાં હોય તો, તે જ ભૂતો ભગવાનમાં રહેતાં-રહેલાં નથી, – એ કેવી રીતે શક્ય બને? અને કેવી રીતે માની શકાય ? આવા વિરોધાભાસનું નિવારણ કેવી રીતે કરવું ?
અહીં, આ નિવારણ માટે, જરા ઊંડું ઊતરવાની અને ઝીણી નજરે અર્થઘટન કરવાની જરૂર છે : પહેલી વાત તો એ કે ભગવાન અહીં અર્જુનને પોતાના ઈશ્વરીય યોગને જોવાનું, પોતાની યોગશક્તિને જોવાનું, કહે છે (પશ્ય મે ચોઘં પેશ્વરમ્ । શ્લોક-પ). આ કોઈ સામાન્ય ભૌતિક વાત નથી, ઈશ્વરની અલૌકિક યૌગિક શક્તિની વાત છે. આમાંથી જ ફલિત થતી બીજી વાત એ છે કે આ આખા જગતને ‘અવ્યક્ત-મૂર્તિ' એવા નિરાકાર ઈશ્વર ઉત્પન્ન કરે છે (અવ્યમૂર્તિના શ્લોક-૪ અને ભૂતભાવનઃ શ્લોક-૫), બધાં જ ભૂતો તેનામાં રહે છે (મર્ત્યાનિ ભૂતાન),. કારણ કે પ્રકૃતિ પણ તેની જ છે, અને છતાં બધાં ભૂતો તેનામાં રહેતાં નથી (ન ૪ મત્સ્યાનિ ભૂતાનિ), કારણ કે પ્રકૃતિ જડ છે અને તેથી તે ચૈતન્યસભર પરમતત્ત્વને સ્પર્શી શકતી નથી.
1
ત્રીજી વાત એ કે પોતે સર્જેલા આ જગતમાં ઈશ્વર ભલે સર્વત્ર વ્યાપ્ત હોય (મયા તતં તૂં સર્વમ્ । શ્લોક-૪), પરંતુ એનો અર્થ એ નથી કે ઈશ્વર અને સર્વ ભૂતો વચ્ચે આવું સમીકરણ (Equation) સ્થાપી શકાય ઃ—
સર્વ ભૂતો = ઈશ્વર સર્વ ભૂતો.
ઈશ્વર
અને
પોતે રચેલી સૃષ્ટિથી ઈશ્વર કૈંક ઊંચે જ રહે છે ઃ ઋગ્વેદમાં કહ્યું છે તેમ, આખીયે ભૂમિને બધી બાજુથી વ્યાપ્યા પછી પણ તે પોતે તો તેને અતિક્રમીને, દશ આંગળ તેનાથી ઉપર અને પેલી પાર બહાર નીકળી જાય છે :—
=
स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद् दशांगुलम् ॥ १०,९०, १ ॥ ટૂંકમાં, અસંખ્ય ભૂતોથી ભરેલું આ જગત અને એ જ જગતને સર્જનાર ઈશ્વર, એ બંનેનો ‘વ્યાપ' (Pervasion, Expansion) એકસરખો ન હોય, નથી વિવેકચૂડામણિ / ૪૩૫