________________
અભાવ. આ બે વસ્તુઓ કઈ ? બ્રહ્મ અને જીવ, બ્રહ્મ અને જગત. આચાર્યશ્રી, એક જ ઝાટકે, આ બે તત્ત્વો વચ્ચેનાં દ્વૈતને, ભેદને નકારી કાઢે.છે, કારણ કે પોતાનાં બ્રહ્મસ્વરૂપથી કે આત્મસ્વરૂપથી અન્ય કોઈ પણ વસ્તુનું તાત્ત્વિક અસ્તિત્વ, સમગ્ર બ્રહ્માંડમાં, હોઈ શકે જ નહીં (સ્વસ્માત્ અન્યસ્ય વસ્તુન: અમાવાત્ ।), અને જીવ પોતે જ બ્રહ્મ છે, બ્રહ્મથી જરા પણ નોખો નથી (ગૌવો દ્રૌવ, ન ગવર: ।), એટલે તો બ્રહ્મ અને જીવ વચ્ચેનું અદ્વૈત ‘પરમ’ અને ‘સત્ય’ જ ઠરે !
પરંતુ બ્રહ્મ સિવાય બીજું કશું છે જ નહીં, - એની પ્રતીતિ કેવી રીતે થાય ? આચાર્યશ્રીનો ઉત્તર જેટલો સંક્ષિપ્ત છે, એટલો જ સારગ્રાહી છે : સદ્ગુરુનાં ચરણે અને શરણે બેસીને, પરમ અર્થનાં તત્ત્વનું સમ્યગ્ જ્ઞાન થતાંની સાથે જ (સમ્યપરમાર્થ-તત્ત્વનોધે હિં), સાધકનાં અંતરમાં, આવી પ્રતીતિનું અજવાળું ઊગી નીકળે છે.
અને પછી તો અન્ય કશું ક્યાંય રહેતું જ નથી ! (૨૨૮) શ્લોકનો છંદ : આર્યા (૨૨૮)
૨૨૯
यदिदं सकलं विश्वं नानारूपं प्रतीतमज्ञानात् । तत्सर्वं ब्रह्मैव प्रत्यस्ताशेषभावनादोषम् ॥ २२९ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
યદિર્દ સકલ વિશ્વ નાનારૂપે પ્રતીતમજ્ઞાનાત્ । તત્સર્વ બ્રહમૈવ પ્રત્યસ્તાશેષભાવનાદોષમ્ ॥ ૨૨૯ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ યત્ તું સાં વિશ્ર્વ અજ્ઞાનાત્ નાનાપૂવું પ્રતીત, તત્ સર્વ, પ્રત્યસ્ત-અશેષ-માવનાોષ બ્રહ્મ વ (અસ્તિ) ॥ ૨૨૬ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય તું સાં વિશ્વ બ્રહ્મ વ્ (સ્તિ) । આ સકળ વિશ્વ બ્રહ્મ જ છે. આ વિશ્વ કેવું દેખાય છે? યક્ નાનાપૂરૂં પ્રતીતમ્ । નાનારૂપં એટલે જૂદાં જૂદાં રૂપવાળું, વિવિધ આકારોવાળું, પ્રીત એટલે દેખાય છે, જણાય છે. આ વિશ્વ આવું શા કારણે દેખાય છે ? અજ્ઞાનાત્ - અજ્ઞાનને કારણે. આ સમસ્ત વિશ્વ જો બ્રહ્મ જ છે, તો તે બ્રહ્મ કેવું છે ? પ્રત્યસ્ત-અશેષ-ભાવનાોષમ્ । પ્રત્યસ્ત એટલે અસ્ત થઈ ગયો છે, અંત આવી ગયો છે. એટલે સર્વ-સમસ્ત-સકળ - બધી જ ભાવનાઓના દોષોનો જ્યાં અંત આવી જાય છે, કલ્પનાથી જન્મેલી સર્વ ભેદભાવનાઓના દોષો જ્યાં અસ્ત પામી ગયા છે, એવું. (૨૨૯)
અનુવાદ : અજ્ઞાનને કારણે જે વિવિધરૂપોવાળું દેખાય છે તે આ સમસ્ત વિશ્વ, સર્વ ભાવનાઓના દોષો જ્યાં વિરમી જાય છે તેવું તે, બ્રહ્મ જ છે. (૨૨૯) ટિપ્પણ : ગયા શ્લોકમાં જે અદ્વૈત-તત્ત્વને શાશ્વત અને સત્ય કહેવામાં આવ્યું હતું, તેની જ ચર્ચા અહીં પણ ચાલુ રહી છે.
વિવેકચૂડામણિ / ૪૨૩