________________
મતિ / બ્રહ્મ સિવાય, આત્મતત્ત્વથી ભિન્ન, બીજું કશું પણ છે જ નહીં, રહેતું જ નથી. આવું આત્યંતિક વિધાન, ભારપૂર્વક, નિઃશંક રીતે (Emphatically, un-doubtedly) કરવા માટે, હિ - નામનો નિપાત (Particle) પ્રયોજવામાં આવ્યો છે. પણ આવી અનુભૂતિ સાધકને ક્યારે થાય છે ? સદ્ પરમાર્થતત્ત્વવોધે. પરમાર્થતત્ત્વનું દઢ, સારી રીતે, સારી પેઠે જ્ઞાન થયા પછી, એવું જ્ઞાન થતાં જ. “પરમાર્થતત્ત્વ' એટલે બ્રહ્માંડનું સર્વોત્કૃષ્ટ જ્ઞાતવ્ય-તત્ત્વ, પરમબ્રહ્મ, પરમાત્મા. (૨૨૮)
અનુવાદ : (બ્રહ્મ સાથે જીવ અને જગતનું) આ પરમ દ્વૈત સત્ય છે, કારણ કે બ્રહ્મસ્વરૂપ સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં. પરમાર્થતત્ત્વનું સમ્યફ જ્ઞાન થયા પછી, (બ્રહ્મ સિવાય) અન્ય કશું જ રહેતું નથી. (૨૨૮)
ટિપ્પણ: આ શ્લોકમાં, “અદ્વૈત’ને ‘પરમ”, એટલે કે શાશ્વત, અને “સત્ય” કહીને, એના મહિમાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એટલે વેદાન્તદર્શનના અત્યંત મહત્ત્વના આ પારિભાષિક શબ્દને, એના સમુચિત સંદર્ભમાં, સમજી લેવાની જરૂર છે :
આચાર્યશ્રીનો આ “અદ્વૈતવાદ, એટલે એવો વાદ, જેમાં અનેક દેવ-દેવીઓને તો નહીં જ, પરંતુ સાંખ્ય-દર્શનનાં પેલાં બે તત્ત્વોનાં, – એટલે કે પુરુષ અને “પ્રકૃતિનાં – વૈતને પણ કશું જ સ્થાન નથી. આ સમગ્ર બ્રહ્માંડમાં જે કાંઈ છે, અસ્તિત્વ ધરાવે છે, તે, પરમ સત્ય એટલે વ અદિતીયં વદ્દ, – એક અને માત્ર એક જ બ્રહ્મ. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું એકમાત્ર કારણ પણ તે એક જ બ્રહ્મ છે. માટી એ ઘડાનું “ઉપાદાન' કારણ છે અને કુંભાર-ચાકડો-પાણી વગેરે એનાં નિમિત્ત' કારણ છે, પરંતુ શંકરાચાર્યના આ “અદ્વૈત' સિદ્ધાંત પ્રમાણે તો, બ્રહ્મ આ જગતનું “ઉપાદાન” અને “નિમિત્ત બંને કારણ છે. આ સિવાયનાં અન્ય કોઈ તત્ત્વને શંકરાચાર્યના સિદ્ધાંતમાં કશો જ અવકાશ ન હોવાને કારણે તેને દિ અન્યત્ અતિ લિવિત ), તેમના આ વાદને માત્ર “અદ્વૈતવાદ નહીં પણ કેવલાદ્વૈતવાદ (Absolute Monism) એવી વ્યાવર્તક સંજ્ઞા આપવામાં આવી છે. શંકરાચાર્ય(મું શતક)ના અનુગામી થોડા આચાર્યોએ, આ “અદ્વૈત'-સિદ્ધાંતની બાબતમાં, શંકરાચાર્યથી જૂદો મત સ્થાપીને, પોતપોતાના વાદને, નીચે પ્રમાણે, જુદા ઓળખાવ્યા, એ દૃષ્ટિએ પણ શંકરાચાર્યના આ વાદને કેવલાદ્વૈત' કહેવો, એમાં સંપૂર્ણ ઔચિત્ય રહેલું છે ?
નિમ્બાર્કચાર્યનો વૈતાદ્વૈતવાદ' (Mono-Dualism) (૧૦મું શતક) મધ્વાચાર્ય(૧૨મું શતકોનો વૈતવાદ' (Dualism) રામાનુજાચાર્ય(૧૨મું શતક)નો “વિશિષ્ટાદ્વૈતવાદ' (Qualified-Monicum) વલ્લભાચાર્યનો (૧૫મું શતક) “શુદ્ધાદ્વૈતવાદ' (Pure Monicum). “અદ્વૈત' એટલે બે વસ્તુ વચ્ચે દ્વિત' ન હોવાપણું, ભેદનો, જૂદાપણાંનો સંપૂર્ણ
૪રર | વિવેકચૂડામણિ