________________
અર્પણ :
સદા-સૌમ્ય-શ્રદ્ધેય-સૌજન્યશીલ અને શ્રોત્રિયત્વ-મૂર્તિ,
શ્રીરમણીકભાઈ અને ઇન્દુબહેન શાહ
દંપતીને, '
1
(અનુષ્ટુપ)
‘ભદ્રતા’-શબ્દનો અર્થ શું કહે કોશ બાપડો ? ગજું શું અંકનું એનું ! અહો ! કિંતુ ક્ષણાર્ધમાં, સ્મરું હું તમને, ત્યાં તો, ચમત્કાર - ચમત્કૃતિ : અર્થનું વિશ્વ આખુંયે ભવ્ય તેજે ઝળાંહળાં !