________________
ટિપ્પણ: “પ્રાગભાવનું સ્વરૂપ, આ પહેલાં, શબ્દાર્થ-વિભાગમાં, માટી-ઘટ અને તંતુ-પટના દાખલા આપીને સવિસ્તર સમજાવવાં આવ્યું હોવાથી, હવે જીવભાવ અને અવિદ્યા એ બધું ભલે અનાદિ હોય, - આ બધાં પણ, ઉપર પ્રાગભાવનું સ્વરૂપ વિશદતાપૂર્વક, તાત્ત્વિક રીતે, અને શાસ્ત્રીય સંદર્ભમાં સમજાઈ જતાં, અનંત નથી, એનો પણ વિનાશ છે, અંત છે, એ હકીકત સ્પષ્ટ થઈ જશે.
જીવભાવનો વિનાશ ક્યારે થાય? આત્માનાં યથાર્થ જ્ઞાનનો ઉદય થાય ત્યારે.
ઘડાનો પ્રાગભાવ એટલે ઘડો ઉત્પન્ન થયો, તે પહેલાનો અભાવ, પણ જેવો ઘડો બનાવવામાં આવ્યો, તેવો જ, તે જ ક્ષણે, તેનો પ્રાગભાવ નષ્ટ થઈ ગયો.
સિદ્ધાંત એ છે કે કારણના નાશમાં જ કાર્યનો નાશ રહેલો છે, તેથી આત્માનાં યથાર્થજ્ઞાનની પ્રાપ્તિ થતાં, જીવભાવનાં કારણરૂપ અવિદ્યાનો નાશ થાય જ.
સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે જીવભાવ ભલે અનાદિ હોય, એ અનંત નથી, સાત્ત છે, વિનાશી છે. જીવભાવ ઉત્પન્ન થાય છે અવિદ્યા-અજ્ઞાનને કારણે. વિદ્યા અને જ્ઞાનનો ઉદય થતાં જ તે નાશ પામે છે. અને એટલે જ એનાં અસ્તિત્વને, એની સત્તાને, સ્વપ્ર જેવી પ્રતિભાસિક, માત્ર દેખાય છે તેવી, કહેવામાં આવી છે. (કવો સ્વપ્નવત – શ્લોક ૨૦૧)
ટૂંકમાં, શિષ્યનાં મનમાં, અનાદિત્વ વિશેની જે ગડમથલ હતી તેનું, ગુરુજીએ, અભાવ અથવા પ્રાગભાવનાં સ્વરૂપને નિરૂપીને, આ રીતે, નિવારણ કર્યું. મોક્ષાર્થી સાધકને હવે સ્પષ્ટ સમજાઈ ગયું હશે કે જીવભાવ અને તેનાં પરિણામ-સ્વરૂપ આ સંસાર અને સમગ્ર જીવસૃષ્ટિ અનાદિ છતાં સાન્ત છે.
શ્લોકનો છંદ : અનુષુપ (૨૦૧-૨૦૨)
૨૦૨-૨૦૩-૨૦૪ यबुद्ध्याधुपाधिसंबन्धात् परिकल्पितमात्मनि ॥ २०२ ॥ जीवत्वं न ततोऽन्यत्तु स्वरूपेण विलक्षणम् । સંવન્ય: સ્વાત્મનો વૃદ્ધયા મિથ્યાજ્ઞાનપુર સર: મે ર૦રૂ . विनिवृत्तिर्भवेत् तस्य सम्यग्-ज्ञानेन नान्यथा ।
ब्रह्मात्मैकत्वविज्ञानं सम्यग्-ज्ञानं श्रुतेर्मतम् ॥ २०४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : યબુદ્ધયાધુપાધિસંબન્ધાતુ પરિકલ્પિતમાત્મનિ ! ૨૦૨ / જીવવું ન તતોડન્યg સ્વરૂપેણ વિલક્ષણમ્ | સંબન્ધઃ સ્વાત્મનો બુદ્ધયા મિથ્યાજ્ઞાનપુર:સરઃ II ૨૦૩ // વિનિવૃત્તિર્ભવેત્ તસ્ય સમ્યગુ-જ્ઞાનેન નાન્યથા | બ્રહ્માત્મકત્વવિજ્ઞાન સમ્ય-જ્ઞાનં શ્રુતેર્મતમ્ II ૨૦૪ ||
૩૮૨ | વિવેકચૂડામણિ