________________
ટિપ્પણ: આરંભમાં જ, એટલે કે આ પંચકોશનું નિરૂપણ શરૂ થયું ત્યારે જ, સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ સર્વ કોશો, સાધક માટે, બંધનરૂપ અને વિઘ્નરૂપ જ છે, તેથી હવે આ પ્રાણમય કોશની મર્યાદાઓ(Limitations)નો નિર્દેશ કરવામાં આવ્યો છે : ઉદેશ એ છે કે આવો આ પ્રાણમય કોશ આત્મા ન હોવાથી, તેને આત્મા સમજીને સાધક એનાં બંધનમાં ફસાય નહીં, એનાથી અળગો રહે, એ બાબતમાં સાવધ રહે. - સાધકે, સૌપ્રથમ તો, એ સમજી લેવાનું છે કે આ પ્રાણમય કોશ, વાયુનો, વાયુથી બનેલો હોવાથી, તે વાયુવિકાર-માત્ર, પવનનો વિકાર-માત્ર જ છે, અને તેથી, વાયુની જેમ જ, તે નિત્ય-નિરંતર, સ્થૂળ શરીરની અંદર ને બહાર, બહારથીઅંદર અને અંદરથી બહાર, આવ-જા કરે છે. જો તે આત્મા હોય તો, તે આવું હલકા પ્રકારનું કાર્ય કરે ? માણસ ઊંઘી જાય ત્યારે, તેની તે સુષણિ-અવસ્થામાં,
જ્યારે તેનાં બધાં અંગો અને મન-બુદ્ધિ-ઇન્દ્રિયો આરામ કરી રહ્યાં હોય ત્યારે, અલબત્ત, આ પ્રાણમય કોશ, જાગતો રહે છે. તેમ છતાં તે ઊંઘતા માણસ પાસે કોઈ મિત્ર કે શત્રુ આવીને ચાલ્યો જાય તો પણ તેને કશું જ્ઞાન-ભાન હોતું નથી. એ જ રીતે સારું કે નરસું, હિત કે અહિત, - કશું ય, ક્યાંય, તે જાણતો નથી. આમ, તે જ્ઞાનસ્વરૂપ નથી. આત્મા તો સદૈવ જ્ઞાનસ્વરૂપ જ હોય છે, તેથી પણ આ પ્રાણમય કોશ આત્મા હોઈ શકે નહીં, અને છેલ્લે, તે હંમેશાં પરતંત્ર છે,
જ્યારે આત્મા તો સદા-સર્વદા સ્વતંત્ર જ હોય છે, તેથી પણ પ્રાણમય કોશ આત્મા હોઈ શકે જ નહીં.
આવાં બંધનમાં સાધક મુમુક્ષુ ફસાય નહીં અને સતત વિવેકશીલ રહીને, આ કોશને આત્મા સમજવાની ભૂલ ન કરીને, પોતાના મોક્ષમાર્ગમાં સતત સલામત રહે, - એ આ શ્લોકનું તાત્પર્ય છે.
શ્લોકનો છંદ : મત્તમયૂરી (૧૬૮)
૧૬૯ ज्ञानेन्द्रियाणि च मनश्च मनोमयः स्यात्
कोशो ममाहमिति वस्तुविकल्पहेतुः । संज्ञादिभेदकलनाकलितो बलीयान्
तत्पूर्वकोशमभिपूर्य विजृम्भते यः ॥ १६९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : જ્ઞાનેન્દ્રિયાણિ ચ મનશ્ચ મનોમયઃ સ્યાહુ
કોશો માહમિતિ વસ્તુવિકલ્પહેતુ સંજ્ઞાદિભેદકલનાકલિતો બલીયાનું તપૂર્વકોશમભિપૂર્વ વિસ્મતે યઃ ૧૬૯ ,
વિવેકચૂડામણિ | ૩૨૫