________________
(Direct order) આપે છે કે આ બીજનો તું પ્રયત્નપૂર્વક નાશ કર (નહિં). પછી તો, વિવેકપૂર્ણ ચિત્તમાંથી, આ બીજને જ દૂર કરી દઈશ, એટલે મૂત્રં નાસ્તિ, વ્રુત: શારા:-ના ન્યાય મુજબ, આચાર્યશ્રીએ પોતે જ, પોતાનાં પેલાં પ્રસિદ્ધ સ્તોત્રમાં નિરૂપ્યું છે તેમ,–
पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीजठरे शयनम् । માણસના લલાટે લખાતા, અનંતકાળ સુધી ચાલુ રહેતા, જન્મમરણના ચકરાવામાં અટવાવાની આશંકા કે ભીતિ તેના માટે રહેતી જ નથી ! દેહાત્મબુદ્ધિના ત્યાગનું આવું ફળ, એ જ મનુષ્યજીવનની એકમાત્ર સિદ્ધિ છે, એનું એકમાત્ર ધ્યેય છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૬૬)
૧૬૭
कर्मेन्द्रियैः पंचभिरंचितोऽयं
प्राणो भवेत् प्राणमयस्तु कोश: ।
येनात्मवानन्नमयोऽन्नपूर्ण:
प्रवर्ततेऽसौ सकलक्रियासु ॥ १६७ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
કર્મેન્દ્રિયૈઃ પંચભિરંચિતોડય
પ્રાણો ભવેત્ પ્રાણમયસ્નુ કોશઃ । યેનાત્મવાનન્નમયોન્નપૂર્ણ:
પ્રવર્તતેડસૌ સકલક્રિયાસુ || ૧૬૭ || શ્લોકનો ગદ્ય અન્વય : પ્રવૃમિ: મેન્દ્રિય અંન્વિત: અન્ય પ્રાળ પ્રાળમય: तु कोशः भवेत्, येन आत्मवान् असौ अन्नपूर्णः अन्नमयः (कोशः) सकलक्रियासु પ્રવર્તતે ॥ ૧૬૭ ||
શબ્દાર્થ : આત્મદર્શન અને આત્મસાક્ષાત્કારનાં અનુસંધાનમાં, સાધકને વિઘ્નો બની નડતા ‘પંચકોશ’નું નિરૂપણ, આચાર્યશ્રીએ, પ્રાસ્તાવિક રૂપમાં શ્લોક-૧૫૧થી શરૂ કર્યું, અને ત્યારપછીના ત્રણ-ચાર શ્લોકોમાં તે પ્રસ્તાવના પૂરી કરીને, શ્લોક૧૫૬થી તો, આ નિરૂપણ તેમણે, સૌપ્રથમ-કોશ, અન્નમય કોશથી, એક પછી એક, આરંભી દીધું. છ-એક શ્લોકોમાં અન્નમય કોશનું સ્વરૂપ, સક્ષેપમાં છતાં સ્પષ્ટ રીતે, સમજાવીને, આચાર્યશ્રીએ, છેલ્લા થોડા શ્લોકોમાં શિષ્યને આશીર્વચનો પાઠવતાં, તેની સાધનામાં તેને માર્ગદર્શનરૂપ નીવડે એવા, બે-ત્રણ, સીધા આદેશો
પણ આપ્યા.
૩૨૨ / વિવેકચૂડામણિ