________________
તુ વિત્ત, પુનર્વવારા R (તે) II ધૂદ II | શબ્દાર્થ : શ્લોકમાં ગુરુ શિષ્યને સીધી અને સ્પષ્ટ આજ્ઞા આપે છે કે નદિ / ૨૬ - “હણવું એ ક્રિયાપદનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ, નહિ, એટલે તું હણી નાખ (Kill, destroy), એટલે કે ત્યજી દે, છોડી દે. શું છોડવાનું છે? તi (રેહાભદ્ધિ) - તે દેહાત્મબુદ્ધિને, સ્થૂળ શરીરમાં આત્મબુદ્ધિને, તે દેહ હું છું – એવી ખોટી ધારણાને. આમ તો, ગુરુજી જાણે જ છે કે આવો ત્યાગ કાંઈ સહેલો નથી, ખૂબ અઘરો છે, - એટલે તેમણે ઉમેર્યું પ્રયતાત્ – પ્રયત્નપૂર્વક, પુરુષાર્થપૂર્વક, સભાન રીતે, પ્રયાસો કરીને. આવો આદેશ આપવાનો હેતુ શું છે? એ જ (થતિ: જેથી) કે રેહ-આત્મ-ધી: પત્ર નં-બારિ-ટુ-પ્રમવશ્ય વીના અતિ પ્રભવ - એટલે ઉત્પત્તિ, ઉદ્ભવ, વીનં કારણ. સ્થૂળ શરીરમાં આત્મબુદ્ધિ, ‘દેહ જ આત્મા છે', - એવી ખોટી સમજ, ધારણા, - એ જ જન્મ મરણ વગેરે) વગેરે દુઃખોની ઉત્પત્તિનું કારણ છે. આવી ગેરસમજ કોને થાય છે? -ધિયાં. કૃણાં - ખોટી બુદ્ધિવાળા મનુષ્યોને. જેથી ત:) આવું બને છે, તેથી (:), તે કારણે, તું તેનો ત્યાગ કર. ત્ય$ 7 વિત્ત, પુનર્નવ-માણા (વર્તત) - પુનર્નવ એટલે પુનર્જન્મ, ફરીથી જન્મવું, - એની આશા-આશંકા રહેતી નથી. ક્યારે ? શું કર્યું હોય ત્યારે? ત્યછે વિત્ત | તુ પણ. સમય દર્શાવનાર “સતિ-સપ્તમી વાક્ય-રચનાનો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે. ચિત્તમાંથી તેવી બુદ્ધિનો ત્યાગ થતાં, મનમાંથી તેવી ખોટી સમજનો ત્યાગ થાય ત્યારે, એવી ગેરમાર્ગે દોરતી જુઠ્ઠી ધારણા-બુદ્ધિ છૂટી જતાં. (૧૬)
અનુવાદ : ખોટી બુદ્ધિવાળા મનુષ્યોની, સ્થૂળ શરીરમાંની આત્મબુદ્ધિ જ, જેથી, જન્મ વગેરે દુઃખોની ઉત્પત્તિનું કારણ છે, તેથી, તેને તું પ્રયત્નપૂર્વ છોડી દે : (કેમ કે) ચિત્તમાંથી તેનો ત્યાગ થતાં, ફરીથી જન્મ ધારણ કરવાની આશંકા રહેશે નહીં. (૧૬૬)
ટિપ્પણ: મોક્ષાર્થી સાધકની અહીં વાત છે. તેને મોક્ષ મળે, એટલે ફરી જન્મ ધારણ કરવાનો, પુનર્જન્મનો, ભય તેને રહેતો નથી, અને જન્મ કાંઈ એકલો જ થોડો હોય છે ? એની સાથે તો, જરા-વ્યાધિ-મરણ જેવા તેના અનેક દોસ્તોની આખી એક “ટીમ' હોય છે ! પરંતુ, આવી પુર્નજન્મ વગેરે દુઃખોની ઉત્પત્તિનું કારણ, બીજભૂત કારણ શું હોય છે ! બસ, માત્ર એક જ : સ્થૂળ શરીરમાં આત્મબુદ્ધિ. આવી કમનસીબ ઘટના કેવા માણસો માટે નિમિત્તરૂપ બને છે? “દેહ જ આત્મા છે', એવી ખોટી-અસત્ય-જુદી બુદ્ધિવાળા માણસો માટે, આત્મા-અનાત્માની વિવેકબુદ્ધિ વિનાના માણસો માટે. હકીકતમાં, એમની આવી કુ-બુદ્ધિ જ, કુ-મતિ જ, જન્મ-જરા-વ્યાધિ-મરણ જેવાં દુઃખોની ઉત્પત્તિનું, - એટલે કે સંસારનું, સંસારી જીવનનું, - બીજ બને છે. અને એટલે જ ગુરજી, શિષ્યને, સીધો જ આદેશ ફર્મા- ૨૧
વિવેકચૂડામણિ | ૩૨૧