________________
ન થઈ શકે, ન સંભવી શકે. ક્યાં સુધી ? અને કયો વિદ્વાન ? યાવત્ (સ:) विद्वान् असति देहेन्द्रियादौ भ्रमोदितां अहंतां न त्यजति । જ્યાં સુધી (તે) વિદ્વાન છોડે નહીં, ત્યજે નહીં (ન નાતિ). શું છોડવાનું-ત્યજવાનું છે ? અહંતાં - અહંપણાને, અહંભાવને, મમભાવને. શામાંનો આ ‘અહં-ભાવ’ ? રેહેન્દ્રિયાવી દેહ અને ઇન્દ્રિયો વગેરેમાંનો અહંભાવ. એ અહંભાવ કેવો છે ? અતિ (અસત્નું સપ્તમી વિભક્તિ એકવચન-રૂપ, વેદેન્દ્રિયાનું વિશેષણ) મિથ્યા, મિથ્યાભૂત, ખોટો, અસત્ય. અહંતા કેવી છે ? શ્રમ-કવિતાં ભ્રમને કારણે જન્મેલી, ભ્રમણા-ભ્રાન્તિને કારણે પ્રગટેલી, ઊભી થયેલી. ટૂંકમાં, વિદ્વાન, મિથ્યા એવા દેહ-વગેરેમાં ભ્રાન્તિને કારણે ઉદ્ભવેલા પોતાના હું-પણાને છોડે નહીં ત્યાં સુધી, તેના મોક્ષનો સવાલ સંભવતો જ નથી. નય એટલે સિદ્ધાન્ત. નયાન્ત એટલે પણ સિદ્ધાન્ત. વર્શી - જાણકા૨, જેણે દર્શન કર્યું છે, જે જ્ઞાન ધરાવે છે તે, પારંગત. અપિ પણ. નામ ભલેને, ભલે. આવો વિદ્વાન દર્શનના સિદ્ધાન્તોનો પૂરેપૂરો જાણકાર ભલેને હોય, તો પણ નહીં! (૧૬૪)
અનુવાદ : વિદ્વાન જ્યાં સુધી દેહ અને ઇન્દ્રિયો વગેરેમાં, ભ્રમને કારણે ઊગેલા જૂઠા (પોતાના) ‘અહં’ભાવને છોડે નહીં ત્યાં સુધી, તેના મોક્ષની વાત જ ન થઈ શકે, - પછી, ભલેને, તે વેદાન્તના સિદ્ધાન્તોનો જાણકાર હોય ! (૧૬૪) ટિપ્પણ : સાધક ખૂબ ભણ્યો હોય, ખાસ કરીને વેદાન્ત-દર્શનના સર્વ મહત્ત્વના અને પાયાના સિદ્ધાન્તોનું પાંડિત્ય ધરાવતો હોય, એનો તે પૂરેપૂરો જાણકાર બની ગયો હોય, અરે, એમાં પારંગત થઈ ગયો હોય, જેને સાચા અર્થમાં એ વેદાન્તસિદ્ધાંતો પૂરતો, ‘તજ્ઞ' (Expert, connoisseur) કહેવામાં આવે છે, એવો તે હોય, તો પણ એના મોક્ષની વાત જ ન સંભવી શકે, કારણ કે તેણે મોક્ષપ્રાપ્તિ માટેની પાયાની શરત જ પરિપૂર્ણ નથી કરી. સ્થૂલ દેહ સાથે સંકળાયેલા, ઇન્દ્રિયો વગેરે બધા જ પદાર્થો મિથ્યા (‘અસત્’) છે અને ‘એ સર્વ હું છું’ - એવા, ભ્રમણાને કારણે ઉદ્ભવેલા, ‘અહં’-ભાવમાંથી જ હજુ તે મુક્ત થયો નથી, ત્યાં, આવી પરિસ્થિતિમાં, એના મોક્ષનો સવાલ જ અપ્રસ્તુત બની જાય. પેલા ‘મમ’ભાવનો ત્યાગ, એ તો પ્રાથમિક છતાં અનિવાર્ય એવી શરત છે. જ્યાં સુધી આવા ‘અહં’ભાવની આળપંપાળમાં સાધક રાચતો હોય, ત્યાં સુધી વેદાન્ત-સિદ્ધાન્તનું એનું પાંડિત્ય પણ નિરર્થક જ નીવડે. આવું જ્ઞાન, અવશ્ય, ઉપયોગી છે, પરંતુ ‘અહં’ભાવ-ત્યાગની પેલી સૌપ્રથમ-મૂળભૂત શરતને તે સંપન્ન કરે ત્યારપછી જ, તે પહેલાં, હરગીઝ નહીં !
-
-
-
-
-
ઘણા બહુશ્રુત પંડિતો મોક્ષપ્રાપ્તિ માટે અ-પાત્ર ઠર્યા છે, એનાં કારણોની અહીં તળિયા-ઝાટક ચર્ચા કરવામાં આવી છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૬૪) ૩૧૮ | વિવેકચૂડામણિ