________________
મેલ, મળ. અ-મત એટલે મળમેલ વિનાનું, નિર્મળ, સ્વચ્છ. વળી, અધિકતાદર્શક (Comparative) તરી પ્રત્યય ગમત શબ્દને લગાડાયો હોવાથી, અમનતર એટલે વધારે નિર્મળ, અતિનિર્મળ, અત્યંત સ્વચ્છ, ખૂબ શુદ્ધ. તેનો (તેનાઃ) તેજ, પ્રકાશ. તેનું પોતાનું આત્મતત્ત્વ અતિનિર્મળ હોવા છતાં. અમનતતેનોતિ સ્વ-ઞાનિ તિસેનૂત્તે (સતિ), આ આખી વાક્યરચનામાં બધા જ શબ્દોને ‘સપ્તમી વિભક્તિ એકવચન'નાં રૂપમાં મૂકાયા હોવાથી, સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે, આવી વાક્યરચનાને ‘સતિ સપ્તમી' તરીકે ઓળખવામાં આવે છે, અને આવી રચના વાક્યમાંની ક્રિયાનો સમય સૂચવે છે ઃ જીવાત્મા શરીરને (તે હું છું), એમ ક્યારે સમજે છે ? અતિનિર્મળ એવો પોતાનો આત્મા ઢંકાઈ ગયો ત્યારે. આવો આત્મા ‘તિરોભૂત’ કોના વડે બની ગયો ? અહીં એ દર્શાવવામાં આવ્યું નથી, પરંતુ આ પહેલાંના, આગલા, શ્લોકમાં, તમોગુણની ‘આવૃતિ’–શકિતની વાત કહેવામાં આવી હતી, તેને અહીં યાદ કરવાની જરૂર છે. આત્માને ‘આવૃત’ કરનાર, ઢાંકી દેનાર તત્ત્વ હતું, - તમોગુણની આ આવરણશક્તિ. તિ+મૂ - તિરોમૂ એટલે ‘ઢાંકી દેવુ' એ ધાતુના કર્મણ ભૂતકૃદંત, તિનેભૂત-નું સામી-વિભક્તિ એકવચનનું રૂપ - તિરોમૂર્ત, ઢાંકી દેવાયું ત્યારે, ઢંકાઈ જતાં.
-
આમ બને ત્યારપછી (તતઃ પરં) શું થાય છે ? રનસ: વિક્ષેપાવ્યા પુત્તિ: અમું (મનુષ્ય, નીવાત્માન) વ્યથયતિ । વિક્ષેપ-ગાવ્યા, એટલે વિક્ષેપ - નામની, પ્રુત્તિ. હ એટલે મોટી, મહાન, પ્રબળ, સમર્થ. ‘વિક્ષેપ’ નામની પ્રબળ શક્તિ. આ શક્તિ કોની છે ? રનલઃ રજોગુણની. ‘આવૃતિ’-શક્તિ જેમ તમોગુણની છે, તેમ આ ‘વિક્ષેપ’-શક્તિ રજોગુણની છે. આ શક્તિ આ મનુષ્યને (અમું મનુષ્ય) શું કરે છે ? વ્યથતિ વ્યથા પહોંચાડે છે, વ્યથિત કરે છે, બહુ હેરાન-પરેશાન કર્યા કરે છે (Harasses, annoys, worries). એ શક્તિ શાના વડે મનુષ્યને હેરાન કરે છે ? જામ-જોધ પ્રવૃત્તિમિ: વન્ધનમુળઃ । પ્રવૃત્તિ એટલે વગેરે, કામક્રોધ વગેરે બંધનમાં નાખનાર, બંધનકારક (પોતાના) વિકારો વડે. આમ તો, બધનમાં નાખવું' - એ કાંઈ ‘ગુણ' (સારી વાત) ન કહેવાય, પરંતુ શાસ્ત્રો પ્રમાણે કોઈ પણનાં કશાંક વિશિષ્ટ (Characteristic) કાર્યને, એનાં ઘટક અવયવોને ‘ગુણ' તરીકે પ્રયોજવાની, એક પરંપરા, પ્રથા, પ્રચલિત છે.
-
આ પહેલાં (શ્લોક-૧૧૦) પરમેશ્વરની, માયા-નામક ઉત્કૃષ્ટ શક્તિને ‘ત્રિગુણાત્મિકા’ કહેવામાં આવી છે, અને સાંખ્યદર્શન-પ્રબોધિત પ્રકૃતિના સત્ત્વરજસ્-તમસ્ એવા આ ત્રણ ગુણો જીવાત્મા માટે ‘બંધનરૂપ’ બને છે, એમ પણ કહેવામાં આવ્યું છે. (શ્લોક-૧૧૪)
વળી, ‘ગુણ' શબ્દનો બીજો એક અર્થ, સંસ્કૃતમાં, ‘દોરડું' (Rope) એવો પણ થાય છે. એટલે, દોરડું જેમ બાંધવાનું સાધન છે, તેમ પ્રકૃતિના આ ત્રણ ગુણો પણ બંધનકારક બને છે. (૧૪૨)
વિવેકચૂડામણિ / ૨૭૭