________________
૧૪૧
अखण्डनित्याद्वयबोधशक्त्या स्फुरन्तमात्मानमनन्तवैभवम् ।
समावृणोत्यावृतिशक्तिरेषा
तमोमयी राहुरिवार्कविम्बम् ॥ १४१ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :અખંડનિત્યાક્રયબોધશ સ્ફુરત્તમાત્માનમનન્તવૈભવમ્ । સમાવૃણોત્યાવૃતિશક્તિરેષા
તમોમયી રાહુરિવાર્કબિમ્બમ્ ॥ ૧૪૧ ॥
શ્લોકનો ગદ્ય અન્વય :– તમોમયી પછા આવૃત્તિ િરાઘુ: અવિમ્ન ડ્વ, अखण्डनित्य-अद्वय-बोध-शक्त्या स्फुरन्तं अनन्तवैभवं आत्मानं समावृणोति ॥ १४१ ॥ શબ્દાર્થ :– મુખ્ય વાક્ય છે, - ષા આવૃતિશત્તિ: આત્માનું સમાવૃોતિ । આવૃત્તિશત્તિ, એટલે, અગાઉ, આ પહેલાં, જેનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે તે, તમોગુણની આવરણશક્તિ, ઢાંકી દેવાની શક્તિ. સમાવૃષોત્તિ એટલે સારી રીતે, સંપૂર્ણરીતે ઢાંકી દે છે. આ આવરણ-શક્તિ આત્માને સારી-રીતે ઢાંકી દે છે. આ શક્તિ કેવી છે ? - તમોમયી, તમોગુણથી પૂર્ણ, તમોગુણમયી. આત્મા કેવો છે ? એનાં બે વિશેષણો આ પ્રમાણે છે : (૧) અલ૬-નિત્ય-અદ્ય-વોધ-શદ્યા મુત્તમ્ અને (૨) અનન્તવૈમવત્. (૧) અખંડ, નિત્ય, અદ્વિતીય અને શક્તિ વડે ઝળહળી રહેલો, સ્ફુરાયમાણ, સ્ફુરી રહેલો, અને (૨) અનંત વૈભવવાળો, અવિનાશી એવાં ઐશ્વર્યથી સંપન્ન. આ આવરણશક્તિ, કોની જેમ, કોને ઢાંકી દે છે ? રાહુઃ અવિન્વં વ। મ એટલે સૂર્ય. રાહુ, ગ્રહણ-સમયે, જેમ સૂર્યનાં બિંબને ઢાંકી દે છે, તેમ. (૧૪૧)
અનુવાદ :– તમોગુણથી પૂર્ણ એવી આ આવરણ-શક્તિ, રાહુ સૂર્યનાં બિંબને ઢાંકી દે છે તેમ, અખંડ-નિત્ય, અદ્વિતીય અને જ્ઞાનશક્તિથી સ્ફુરી રહેલા અને અનંત વૈભવવાળા આત્માને સારી રીતે ઢાંકી દે છે. (૧૪૧)
ટિપ્પણ :– સદ્ગુરુના ઉપદેશનાં કારણે, મુમુક્ષુ સાધકને એટલું તો સમજાઈ ગયું જ છે કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો, તે પહેલાં, આત્માનો સાક્ષાત્કાર કરવો અનિવાર્ય છે. આત્માનાં મહિમાપૂર્ણ સ્વરૂપનો પણ એને એટલો ખ્યાલ છે કે તે એક, અદ્વિતીય, અખંડ, નિત્ય, અનશ્વર, અને પોતાની જ્ઞાનશક્તિથી સદા સ્ફુરાયમાણ હોય છે, અને એનાં વૈભવ તથા એનાં અનંત ઐશ્વર્યથી પણ તે સુપરિચિત છે. આમ, આત્માનાં આવા મહિમાપૂર્ણ સ્વરૂપની અપરોક્ષાનુભૂતિ કરવા તે સદા તત્પર અને પ્રયત્નશીલ જ હોય છે. એમાં તેના માટે એક વિઘ્ન ઊભું થાય વિવેકચૂડામણિ / ૨૭૫